વ્યારા નગર પાલિકા વિસ્તારમાં આવતું શંકર ફળિયું (સીટી સર્વે નંબર ૨૫૭૯/અ અને ૨૫૮૨)ની જમીન પર છેલ્લા ૪૦ વર્ષથી વધુ સમયથી અહીં ગરીબ અને મધ્યમવર્ગના લોકો વસવાટ કરતા આવ્યા છે, અહીના કેટલાક પરિવારો પોતાની માલિકી પણ ધરાવે છે, સીટી સર્વેમાં તેમના પ્રોપર્ટીકાર્ડ પણ છે અને તેઓ ઘરવેરો, નળવેરો, લાઈટબીલ પણ ભરતા આવ્યા છે.
જોકે હવે અહીની સરકારી જમીન પોલીસ વિભાગને ફાળવી દેવામાં આવી છે. જેને લઇ અહીની જમીન પર વસવાટ કરતા પરિવારજનોને જમીન ખાલી કરવા માટે સૂચના/નોટીસ આપવામાં આવી હતી. જે બાદ શંકર ફળીયાના રહીશોએ જિલ્લા કલેકટર કચેરી સહિત નેતાઓને પણ રજૂઆત કરી હતી.
જોકે આજરોજ ૫૦૦થી વધુ પોલીસકર્મીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વ્યારાના શંકર ફળીયામાં મોટું ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહેલી સવારથી જ ડીવાયએસપી, પીઆઈ પીએસઆઈ સહિત ૫૦૦થી વધુ પોલીસકર્મીઓનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, ડીમોલીશન દરમિયાન મામલતદાર સ્ટાફ, સીટી સર્વે સ્ટાફ, નગર પાલિકા તેમજ જીઇબી બોર્ડનો સ્ટાફ પણ ખડેપગે નજરે પડ્યો હતો.
આપને અહી એ પણ જણાવી દઈએ છીએકે, આ પહેલા શંકર ફળીયાના રહીશોને નોટીસ ઈશ્યુ કરી જમીન ઉપર અનઅધિકૃત રીતે કબ્જો કરી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું જણાવી માત્ર એકજ દિવસમાં જમીનનો કબજો ખાલી કરવા માટે જણાવ્યું હતું. જેને લઇ વર્ષોથી અહીં વસવાટ કરતા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો ચિંતામાં મુકાયા હતા.
જોકે આજરોજ વહેલી સવારથી જ શંકર ફળિયામાં ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘરો/મકાનોમાંથી માંથી સરસામાન કાઢી લેવાની સુચના આપવામાં આવ્યા બાદ ગેરકાયદેસરના બાંધકામો જેસીબી વડે તોડવામાં આવ્યા હતા. વર્ષોથી વસવાટ કરતા પરિવારજનો ની આંખોની સામે જ મકાન તોડી પડવાની કામગીરી હાથ ધરવામાં આવતા અહીના લોકોની આંખોમાં આસું આવી ગયા હતા. જોકે આ દરમિયાન એકપણ નેતા કે પછી આગેવાન પણ ફરક્યો સુધ્ધો ન હતો.
જોકે આ દરમિયાન એક ઓડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે,જેમાં જણાવવામાં આવ્યું છે કે, વોટોની ભીખ માંગનાર કોર્પોરેટરો ક્યાં જતા રહ્યા ? લોકોના માથાનું છાવણી,લોકોની મિલ્કતો,લોકોની પ્રોપર્ટી, લોકોની રોજગારી,લોકોના દુઃખ, લોકો બેઘર, અને હાલના વ્યારાના કોર્પોરેટરો મજા માણવામાં મસગુલ.., આવા હરામખોર કોર્પોરેટરોને શરમ આવવી જોઈએ.. (ન્યુઝ અપડેટ થઈ રહ્યા છે )
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationનાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
April 29, 2025નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
April 29, 2025