જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં આંતકવાદીઓનાં હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ સહિત અન્ય ૨૭ પ્રવાસીઓ માર્યા ગયા હતાં. જે બનાવનાં પગલે હાલમાં સમગ્ર દેશ શોકાતુર છે. ત્યારે કેન્દ્ર સરકારે દેશભરનાં રાજ્યોમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરેલ અસામાજિક તત્વોને શોધી કાઢવાની કવાયત હાથ ધરી હતી. જે અન્વયે ડાંગ જિલ્લાની પોલીસ પણ એલર્ટ મોડમાં દેખાઈ રહી છે. ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ સ્ટેશન હદ્દ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય ઇસમોનાં દસ્તાવેજોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
જેમાં સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે તમામ પરપ્રાંતીય લોકોને બોલાવીને તેમના ઓળખપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવી હતી. ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક યશપાલ જગણીયા અને નાયબ પોલીસસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકના પી.આઈ. અને તેમની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી આવી હતી. સાપુતારાની તમામ હોટલો, રેસ્ટોરન્ટ, હોમ સ્ટે, રિસોર્ટમાં કામ કરતા તેમજ ઘોડા સવારી અને ઉંટ સવારી કે સાપુતારામાં અન્ય ધંધા સાથે જોડાયેલ પરપ્રાંતીય લોકોને બોલાવી તેમની પૂછપરછ કરી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ તપાસ દરમ્યાન સાપુતારા ખાતે કોઇ પણ અન્ય દેશનો શંકાસ્પદ ઇસમ મળી આવ્યો નથી. પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ પ્રવાસન સ્થળ એવા સાપુતારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application