Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાવ ગામે મોબાઈલમાં પ્રેમિકાનો મેસેજ જોઈ પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત

  • April 29, 2025 

સુરત જિલ્લાનાં કામરેજના વાવમાં પતિના મોબાઈલમાં પ્રેમિકાનો મેસેજ જોઈ પત્નીએ આ બાબતે ઠપકો આપ્યો હતો. જેથી આવેશમાં આવી રત્નકલાકાર પતિએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી હતી. મળતી માહિતી મુજબ, કામરેજ પોલીસની હદમાં વાવ ગામે સિદ્ધિ વિનાયક રેસિડેન્સીના બીજા માળે રહેતા દિવ્યાબેન સુનિલભાઇ ઉર્ફે લાલુ રામાશંકર પંડિત બ્યૂટીપાર્લર અને ઘરકામ કરે છે. જ્યારે તેમના પતિ સુનિલભાઈ રત્નકલાકાર હતા. જયારે હીરાના કામ પરથી રજા આપી દેતા બપોરે ઘરે પરત આવી ગયા હતા.


દિવ્યાબેન પતિ સુનિલ માટે ટીશર્ટ લાવી હતી. તે ગમતી ન હોવાનું સુનિલભાઈએ જણાવ્યું હતું. પતિ અને પત્ની ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ આઇડી પર આવતા મેસેજ બંને જણાના મોબાઈલ પર આવતા હતા. સવારે પતિ સુનિલના મોબાઈલમાં આવેલો મેસેજ પત્ની દિવ્યાના મોબાઇલમાં પણ આવ્યો હતો. જે દિવ્યાએ સાંજે ચારેક વાગ્યે વાંચ્યો હતો. દિવ્યાએ પતિ સુનિલને કહ્યું કે, કલ્પના પટેલની સાથે અગાઉ તમારો પ્રેમસંબંધ હતો અને હજુ પણ છે. આ વાત સાંભળીને સુનિલ પત્ની પર ગુસ્સે થઈ તારે મને ફોન મેસેજ કરવો નહીં તેમ કહીને ફોન કટ કરી નાંખ્યો હતો. આડા સંબંધની પોતાની પત્નીને જાણ થઈ ગઈ હોવાનું માલૂમ પડતા આવેશમાં આવી ગયેલ પતિ પોતાના મકાનના આગળના હોલમાં પંખાની હૂક સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુનિલને કામરેજ સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ સુનિલને મૃત ઘોષિત કર્યા હતા. બનાવ અંગે કામરેજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application