Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં ‘એક કલાકમાં આવું છું' કહી ગુમ થનાર શખ્સની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ

  • April 01, 2025 

વ્યારા નગરમાં એક કલાકમાં આવું છું કહી’ને ગયા બાદ શખ્સ પરત ઘરે ન આવતા જેની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન મળતા ગુમ અંગે માતાએ પોલીસ થવા મથકે જાણ કરી હતી.


મળતી માહિતી મુજબ, વ્યારા તળાવ રોડ ઉપર રોયલ લકઝરીયા બી-બિલ્ડિંગમાં રહેતા રીશભાઈ મખનલાલ અમવાલ ગત તારીખ ૧૬/૦૩/૨૦૨૫ નારોજ વ્યારા ખાતે ટેલરિંગ મટીરિયલ્સ દુકાન ખાતે માતા સુશીલાબેન મખનલાલ અગ્રવાલને કહ્યું કે, ‘હું એક કલાકમાં આવું છું’ તેમ કહી નીકળ્યો હતો. પરંતુ તે પરત આવ્યો જ ન હતો. ગુમ થનાર મધ્યમ બાંધાનો, રંગે ઘઉંવર્ણ, ઊંચાઈ ૫ ફૂટ ૮ ઈંચ, માથાના ઉપરના ભાગે વાળ નથી તેમજ લાલ ટી-શર્ટ, જિન્સ પેન્ટ પહેરેલ તથા ગુજરાતી, હિન્દી, મરાઠી, મારવાડી ભાષા બોલી શકે હતી. જેથી ગુમ થવા અંગે તારીખ ૩૧/૦૩/૨૦૨૫ નારોજ પોલીસ મથકે જાણ માતા સુશીલાબેને કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application