વ્યારાની કન્સ્ટ્રક્શન લેબોરેટરીમાં નોકરી કરતી વ્યારાની મહિલાનાં અલગ-અલગ ત્રણ એફ.ડી.માંથી મોબાઈલ ફોનનું એકસેસ મેળવી ત્રણેય એફ.ડી.ક્લોઝ કરી રૂપિયા ૬.૩૨ લાખ મેળવી તથા તેણીના નામે ખોટી રીતે રૂપિયા ૩ લાખની પર્સનલ લોન મંજૂર કરાવી જુદા-જુદા ૬ જેટલા ટ્રાન્જેક્શનો મારફતે કુલ રૂપિયા ૯,૦૬,૨૨૦/-ની ઓનલાઇન છેતરપિંડી કરનાર અજાણ્યા ફ્રોડ બાજો સામે પોલીસે ફરિયાદ નોંધી હતી. મળતી માહિતી મુજબ, વ્યારાનાં કાનપુરાનાં રહીશ શીતલબેન સાગરભાઈ રૈયાણી તારીખ ૭-૧૨-૨૪ નારોજ સાંજે સાડા પાંચ વાગ્યે ઘરે હતા.
તે વખતે એક્સિસ બેંક એફ.ડી. ક્લોઝ તથા પર્સનલ લોન અંગેના મેસેજ મોબાઈલ ફોનમાં આવતા ચોંકી ઊઠયા હતા. તેઓ સાંજે ૬ વાગ્યે પતિ સાથે રૂબરૂ એક્સિસ બેંકમાં જઈને ટેક્સ્ટ મેસેજ અંગે તપાસ કરવા ગયા હતા. ત્યાં જાણવા મળ્યું હતું કે, તેના મોબાઈલ ફોનનું એક્સેસ મળવી કોઈ શખ્સે તેની ત્રણેય એફ.ડી.કલોઝ કરી કુલ રૂપિયા ૬,૩૨,૭૫૩/- તથા તેની જાણ બહાર તેના નામે રૂપિયા ૩,૦૦,૦૦૦/-ની પર્સનલ લોન મંજૂર કરાવી લીધી હતી. આમ, ઠગે લોનના રૂપિયા ૨,૯૪,૨૭૫/- મળી કુલ રૂપિયા ૯,૨૭,૦૨૮/- જેટલી રકમ શીતલબેન રૈયાણીના એકાઉન્ટમાં જમા કરાવી તુરત જ બેંક એકાઉન્ટમાંથી યશ બેંકનું એકાઉન્ટ તથા આઇડીબીઆઇ બેંકના એકાઉન્ટમાં અલગ-અલગ ૬ જેટલા ટ્રાન્જેક્શનો મારફતે કુલ રૂપિયા ૯,૦૬,૨૨૦/- ટ્રાન્સફર કરી ઓનલાઈ ન ઠગાઈ કરી હતી. આમ, મહિલાએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ તારીખ ૧૮ માર્ચના રોજ અજાણ્યા ઠગ સામે ફરિયાદ નોંધવામાં આવતાં પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500