વાપીના ચણોદથી ગાંજાનાં જથ્થા સાથે પકડાયેલ મહિલાએ સુલપડ વિસ્તારમાં ગેરકાયદે બે દુકાનોનાં કરાયેલા બાંધકામને વાપી મનપાના અધિકારી અને ટીમે પોલીસ કાફલા વચ્ચે જેસીબીની મદદથી દુર કરાયું હતું. ગાંજાના જથ્થા સાથે પકડાયેલી મહિલાએ વેપારના નાણાંમાંથી રૂ.5 લાખના ખર્ચે બે દુકાન બનાવી હોવાનું જણાવ્યા બાદ તપાસમાં ગેરકાયદે બાંધકામ કરાયાનું બહાર આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, વાપીના ચણોદ ગામે શાંતિનગરમાં આવેલા મકાનમાંથી વલસાડ જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે થોડા સમય અગાઉ છાપો મારી 10.08 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો જપ્ત કરી નેટવર્ક ચલાવનાર મંગલાબેન નીરજભાઈ શ્રીવાસ્તવ, બે તરૂણ સહિત 8 આરોપીઓની અટક કરી હતી. મહિલા આરોપીની પૂછપરછ દરમિયાન ગેરકાયદેસરના ધંધામાંથી મળેલી આવકમાંથી રૂ.5 લાખના ખર્ચે સુલપડ વિસ્તારમાં આંબેડકર નગરમાં બે દુકાનો બનાવી હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસ અધિકારી દ્વારા આ અંગે વાપી મનપા પાસેથી વિગતો મેળવી તપાસ કરતા બંને દુકાનો ગેરકાયદેસર રીતે ઉભા કરાયાનું બહાર આવ્યું હતું. વાપી ટાઉનના પીઆઈએ આ અંગે વાપી મહાનગરપાલિકાનું ધ્યાન દોરતા દુકાનનું બાંધકામ ગેરકાયદેસર કરાયાનું જણાયુ હતું. ગતરોજ વાપી મનપાના અધિકારીની ટીમ પોલીસ કાફલા સાથે આંબેડકર નગરમાં પહોંચી જેસીબીની મદદથી દુકાનના કરાયેલા બાંધકામને દુર કરવા કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application