ડિજિટલ યુગમાં સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ નેટવર્કથી વંચિત રહેતા યુવાનોએ આજરોજ આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના નેજા હેઠળ તાપી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
યુવાનોએ તાપી જીલ્લા કલેકટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, વર્તમાન સમયમાં વડાપ્રધાન અને સરકારના યુવા પેઢીને ડિજિટલ યુગમાં વધુ સક્રિય કરવાના સપના છે છતાં આ ડિજિટલ યુગમાં પણ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કાંટી, કાલધર, આમથવા, ઓટા, રાસમાટી, સિનોદ ગામે રહેતા લોકોને આઝાદીના 74 વર્ષ વિત્યા છતાં પણ 19મી સદીનું જીવન જીવવા મજબૂર બન્યા છે. આ ગામોમાં નેટવર્ક તથા પ્રાથમિક સુવિધાઓ ને લગતા પ્રશ્નો નીચે મુજબ છે
(1) સોનગઢ તાલુકાના કાંટી, કાલધર, આમથવા, જે ગામથી 3 કિ.મી દૂર હિંદલા ગામે jio કંપનીનો ટાવર મુકવામાં આવ્યો છે. છતાં આ ગામોમાં નેટવર્ક એટલું ઓછું આવે છે કે માત્ર ફોન પર અમુક અંશે વાત થઈ શકે છે પરંતુ નેટ ચાલતું જ નથી. તો નેટવર્કના પ્રશ્નો અંગે ઝડપી કાર્યવાહી કરવામાં આવે.
(2) સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તાર અને મહારાષ્ટ્ર રાજ્યના સરહદે પર આવેલા ઓટા,શસમાટી, સિનોદ ગામમાં વર્ષો વિત્યા છતાં નેટવર્કની સુવિધાઓથી લોકો વંચિત છે. આ ગામોથી 4 કિ.મી નજીકમાં સાદ ડુન ગામે Jio કંપની ટાવર મુકવામાં આવ્યું છે છતાં આ ગામોમાં નેટવર્ક આવતું નથી જેને લઈ તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ફરી એક વખત અપને ધ્યાને દોરીયે છીએ.
(3) સરકાર આજે ઓનલાઈન શિક્ષણની જાહેરાત કરે છે. ત્યારે સોનગઢ તાલુકાના કાંટી, કાલધર,આમથવા, ઓટા, રાસમાટી, સિનોદ જેવા અંતરિયાળ ગામડાઓમાં નેટવર્ક પૂરતું નથી .તો મજબૂર થયેલા વિદ્યાર્થીઓ ગામમાં નેટ સરખું ચાલે એવું નેટવર્ક શોધવા માટે ડુંગર પર કે ઉંચા ટેકરા પર ચોડવું પડે છે. ત્યાં પણ કોઈ અભ્યાસ ને લગતી માહિતી ડાઉનલોડ કરવી હોય તો ક્લાકો નીકળી જાય છે જેને લઈ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકતા નથી. અને શહેરી વિદ્યાર્થીઓની સરખામણીમાં ગામડાંના વિદ્યાર્થીઓ શિક્ષણમાં પાછળ રહે છે.
(4) ઓનલાઈન શિક્ષણની શરૂઆત થયાના આજદિન સુધી નેટવર્ક પ્રશ્નોના અને મોબાઈલ, ટીવી જેવી સુવિધાઓ ન હોવાના લીધે અંતરિયાળ ગામડાના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત રહ્યા છે, તો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જવાબદાર કોણ ?
(5) કાંટી ગામથી કાલધર ગામ તરફ જવાનો મુખ્ય રસ્તો છેલ્લા છ-સાત વર્ષથી રસ્તોમાં ખાડા પડ્યા છે, સળીયા નીકળી આવ્યા છે. ચોમાસામાં તો રસ્તા પરથી અવારજવાર કરવામાં ગામલોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈ પંચાયતમાં રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ચોમાસામાં રસ્તાને જોતા એવું લાગે છે કે આ રસ્તો નથી કોતરડું વહે છે.
ઉપરોક્ત દર્શાવેલ સમસ્યાઓને જોતા સવાલ એ થાય છે કે શુ અંતરિયાળ વિસ્તારના ગામડામાં વસવાટ કરતા લોકો દેશના નાગરિક નથી ? શુ ગામડાંમાં વસવાટ કરતા લોકોની પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવાની સરકારની જવાબદારી નથી ? જો ઉપરોક્ત પ્રશ્નોને લઈ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો સંગઠન દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમ જણાવી તાપી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે, ગ્રામ્ય વિસ્તારોના વર્ષોથી સળગતા આ પ્રશ્નો બાબતે જીલ્લા કલેકટર કેટલા સમયમાં ઉકેલ લાવે છે તે તો આવનારો સમય જ બતાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationનાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
April 29, 2025નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
April 29, 2025