Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પહલગામમાં જીવ ગુમાવનાર બે મિત્રોની અંતિમયાત્રા સાથે નીકળતા હાજર લોકોની આંખો ભીની થઈ

  • April 24, 2025 

જમ્મુકાશ્મીરનાં પહલગામમાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે. આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં પૂણેના રહેવાસી સંતોષ જગદાલેની પુત્રી ગુરુવારે તેના પિતાના અંતિમ સંસ્કારમાં એ જ લોહીથી લથપથ કપડાં પહેરીને લઈ ગઈ હતી જે હુમલા સમયે તેમણે પહેર્યા હતા. આ જોઈને ત્યાં હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. સંતોષની અંતિમ યાત્રામાં હજારો લોકોએ ભાગ લીધો અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.


મંગળવારે પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સંતોષ જગદાલેની પુત્રી અશાવરી અને તેમની પત્ની બચી ગયા હતા. પરંતુ તેમનું અને તેમના બાળપણના મિત્ર કૌસ્તુભ ગણબોટેનું મૃત્યુ નીપજ્યું હતું. આ આતંકી હુમલામાં 26 લોકો માર્યા ગયા છે. ગુરુવારે સવારે  જગદાલે અને ગણબોટેના મૃતદેહ પૂણે લાવવામાં આવ્યા હતા. પુણેમાં બંન્ને મિત્રોના અંતિમ સંસ્કાર નવી પેઠ વિસ્તારના વૈકુંઠ સ્થિત ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. આ દુઃખની ઘડીમાં આખું શહેર શોકમાં ડૂબી ગયું છે.


મૃતકોના સંબંધીઓ અને હજારો અન્ય લોકો અંતિમ સંસ્કારમાં જોડાયા હતા. 26 વર્ષીય અશાવરી પિતાને કાંઘ આપી અને હુમલા દરમિયાન જે લોહીથી લથપથ કપડાં પહેર્યા હતા તે જ પહેર્યા જેથી તેમને આ દુર્ઘટનાની યાદ અપાવી શકાય. અંતિમ સંસ્કારમાં હાજર રહેલા લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે જગદાલે અને ગણબોટેના ઘરની મુલાકાત લીધી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના પરિવારોએ પવારને મળીને ગુનેગારોને કડકમાં કડક સજા આપવાની માંગ કરી હતી. મહારાષ્ટ્રના મંત્રી માધુરી મિસાલે પણ જગદાલેના ઘરની મુલાકાત લીધી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application