તાપી જિલ્લામાંથી છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં મોટા પાયે ગુટખાની હેરાફેરી કરવામાં આવી રહી છે તાપી જિલ્લાની બોર્ડર નજીક આવેલા નવાપુર તાલુકાના વિસરવાડી પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થતાં સુરત-ધુલિયા હાઇવે પરના સોનખાન્બ ગામની સીમમાંથી ટ્રકમાં સંતાડીને લઈ જવાતો અંદાજીત ૧૯ લાખનો ગુટકા સહિત કુલ રૂ.૩૨ લાખનો મુદ્દામાલ વિસરવાડી પોલીસ દ્વારા ઝડપી પાડી ટ્રક ચાલકની અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યમાં ગુટખાના વેચાણ પર પ્રતિબંધ હોવાથી ગુટકા માફિયાઓ ગુજરાતમાંથી ગેરકાયદે સર રીતે મોટા પાયે ગુટકાનો જથ્થો મહારાષ્ટ્રમાં સપ્લાય કરી લાખો અને પરંતુ કરોડો રીપીયાની જીએસટી ચોરી કમાણી કરવાનું સુવ્યવસ્થિત ઢબે એક મોટું રેકેટ ચલાવી રહ્યા છે.
શનિવારે વિસરવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પીઆઇ પ્રકાશ વાનખેડેને ખાનગી રહે બાદમી મળી હતી કે,ટ્રક નંબર એમએચ/૧૮/બીજી/૭૯૩૬માં ગુજરાતમાંથી ગુટકા ભરીને મહારાષ્ટ્રના ધુલિયા તરફ લઈ જવામાં આવી રહ્યા છે જેથી આસિસ્ટન્ટ પીઆઇ પ્રકાશ વાનખેડે,પીએસઆઇ કિરણ પાટીલ,હેડ કોન્સ્ટેબલ દિનેશ ચિત્તે સહિતનો સ્ટાફ સોનખાન્બ ગામની સીમમાં સુરત-ધુલિયા હાઈવે પર આવેલી એક હોટલની સામે બાદમીના આધારે વોચ ગોઠવી હતી એ દરમિયાન ગુજરાત તરફથી બાતમી મુજબની ટ્રક આવતા પોલીસે તેને ઉભી રાખી તેમાં તપાસ હાથ ધરતા ટ્રક માંથી ગુટખાની ભરેલી સફેદ કલરની બેગ મળી આવી હતી.
આ મામલે વિસરવાડી પોલીસે સંબંધિત વિભાગને ઘટનાની માહિતી આપી અધિકારી આનંદ પાવરાની ફરિયાદના આધારે ૧૯ લાખના વિમલ ગુટકા તેમજ ૧૩ લાખની કિંમતની ટ્રક મળી કુલ ૩૨ લાખનો મુદ્દામાલ કબજે લઈ ટ્રક ચાલક ભટ્ટુ ચૌધરીની અટકાત કરી સમગ્ર મામલે વિસર વાડી પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
અહી એકવાત સ્પષ્ટ થઇ છેકે,તાપી જીલ્લાના બોર્ડર વિલેજ ગામોમાં રહી મહારાષ્ટ્રમાં મોટા ગુટકા સપ્લાય કરતા બે નંબરી-ગુટકા સપ્લાયરોને પકડવામાં તાપી પોલીસ રસ દાખવતી ન હોવાનું પ્રતીતિ થઇ રહ્યું છે.જેને લઇ અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.
આપને અહીં જણાવી દઈએ છીએકે તાપી જિલ્લાના બોર્ડર વિલેજ તાલુકાઓમાં ખાસ કરીને સોનગઢ-ઉચ્છલ અને નિઝરના ગામડાઓમાં વસતા પરપ્રાંતીયોએ યેનકેન પ્રકારે પોતાની દુકાનો-રૂમો અને ગોડાઉનો ભાડે રાખી બે નંબરી પ્રવૃતિઓ કરી રહ્યા હોવાની ચોંકવનારી માહિતી પ્રકાશમાં આવી હોવાનો સનસનીખેજ અહેવાલ તાપીમિત્ર અખબારના તા.૦૩/૧૦/૨૦૨૩ ના અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.બે નંબરી ધંધામાં રચ્યા પચ્યા રહેતા કેટલાક પરપ્રાંતીયો ઈસમો દ્વારા બોર્ડરના ગામોમાંથી ડુપ્લીકેટ ગુટખા અને પાન-મસાલાનો મોટો જથ્થો જિલ્લામાં તેમજ રાજ્ય બહાર મોટાપાયે સપ્લાય કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.કોઇપણ પ્રકારના બીલ વિના તાપી જિલ્લાની સરહદના રસ્તે રાજ્ય બહાર મહારાષ્ટ્ર સહિતના એરિયામાં ગુટખા અને પાન-મસાલાનો મોટો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યા છે.આ લોકો દ્વારા લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરી સરકારને ચૂનો ચોપડી રહ્યા છે.હોવાનો તાપીમિત્ર અખબારના ૦૩/૧૦/૨૦૨૩ ના અંકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationનાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
April 29, 2025નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
April 29, 2025