સુરતમાં માત્ર જૈન- અગ્રવાલ સમાજના ઘરોને ટાર્ગેટ બનાવી ઘરઘાટી તરીકે કામ ઉપર લાગી ગણતરીના દિવસોમાં ઘરમાં દાગીના, પૈસા અને તિજારીની ચાવી મુકવાની જગ્યા જાઈ લીધા બાદ મોકો મળતા હાથફેરો કરી રફુચક્કર થતા રીઢા જયંતીલાલ ઉર્ફે કમલેશ ઓસ્વાલની સીટીલાઈટ ખાતે મીલ માલીકના ઘરમાંથી નોકરીના દસમાં જ દિવસે કુલ રૂપિયા ૬ લાખની ચોરી કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના અમરાવતી ખાતેથી ઝડપી પાડ્યો છે.
પોલીસે રીઢા ઘરઘાટી ચોર પાસેથી રોકડા ૧.૪૪ લાખ અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧.૫૫ લાખનો મુદ્ામાલ કબજે કર્યો છે. જયંતીલાલ ચોરીના પૈસાથી મોજશોખ પુરા કરતો હતો. અને સુરતમાં અલગ અલગ પોલીસ મથકમાં નવેક વાગ પકડાઈ ચુક્યો છે તેમજ પાસા પણ કાપી ચુક્યો છે.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ સીટીલાઈટ નુપુર હોસ્પિટલની ગલીમાં સંગમ સોસાયટીમાં રહેતા અને ડાંઈગ મીલ ચલાવતા ૫૮ વર્ષીય રાધેશ્યામ રામકિશન ગર્ગની પત્નીઍ ગત તા ૯મીના રોજ તેમના ઓળખીતા વિક્કી નામના વ્યકિત મારફતે ઘરમાં જયંતીલાલ ઉર્ફે કમલેશ ખેનમલ ઓસ્વાલ (જૈન) (ઉ,વ,૩૦,રહે, શેરગઢ, જેધપુર રાજસ્થાન)ને વીસ દિવસ માટે રૂપિયા ૧૫ હજારના પગાર ઉપર ઘરમાં સાફ સફાઈના કામ માટે રાખ્યો હતો.
જયંતીલાલ ઉર્ફે કમલેશને મકાનમાં જ નીચે આવેલ રૂમમાં રહેવા માટે આપ્યો હતો દરમિયાન ગત તા ૧૯મીના રોજ બાર વાગ્યે રાધેશ્યામભાઈ મીલ ઉપર હતા અને તેની પત્ની મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ દુકાનમાં હતા જયારે ઘરકામ કરતા ગીતાબેન નાહવા માટે ગયા હતા તે દરમિયાન મોકાનો લાભ ઉઠાવી જયંતીલાલે બીજા માળે આવેલા રાધેશ્યામના બેડરૂમના કબાટમાંથી ૫૦ હજાર, પત્નીના કબાટમાંથી ૫૦ હજાર અને લોકરમાંથી રૂપિયા ૫ લાખ મળી કુલ રૂપિયા ૬ લાખ ચોરી કરી નાસી ગયો હતો.
બનાવ અંગે રાધેશ્યામની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. તપાસમાં ઉમરા પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ પોતાની રીતે તપાસ કરતી હતી તે દરમિયાન ઍન્ટી ઍક્ષ્ટોશન સ્કોડના પીઍસઆઈ ઍચ.ઍ.સિંધાઍ મળેલી બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે મહારાષ્ટ્રના અમરાવતી ખાતે ધામા નાંખ્યા હતા. અને આજે અમરાવતી ખાતેથી જયંતીલાલ ઉર્ફે કમલેશ ખેતમલ ઓસ્વાલ (જૈન)ને ઝડપી પાડી તેની પાસેથી રોકડા ૧,૪૪,૫૦૦, ત્રણ મોબાઈલ, બે ઍટીઍમ કાર્ડ મળી કુલ રૂપિયા ૧,૫૫,૫૦૦નો મુદ્ામાલ કબજે કર્યો હતો.
વધુમાં ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં જયંતીલાલે કબુલાત કરી હતી કે તેઓ સન ૨૦૦૯થી સુરત ખાતે ઘરઘાટી તરીકે કામ કરે છેઅને અન્ય ઘરકામ કરતી મહિલા અને પુરુષના સંપર્કમાં હોય ત્યાંથી કામ કરવાની જગ્યા જૈન-અગ્રવાલ સમાજના ઘરો શોધી જુદાજુદા નામથી રસોઈકામ અને સફાઈકામ તરીકે નોકરી ઉપર લાગી થોડા દિવસમાં ઘરમાં રહેલ સોના ચાંદીના દાગીના, તિજારી અને પૈસા મુકેલ જગ્યાની ચાવી જાઈ લીધા બાદ મોકો મળતા હાથફેરો કરતો હતો અને મોજશોખ માટે નાંણા મેળવી નાસી જતો હતો.
જયંતીલાલ સીટીલાઈટમાં મીલ માલીક રાધેશ્યામ ગર્ગના ઘરેથી ચોરી કર્યા બાદ સ્ટેશનથી બસમાં બેસી વાપીમાં ગેસ્ટ હાઉસમાં રાત્રે રોકાયો હતો અને સવારે નંદુરબાર જતો રહ્ના હતો. ત્યાં ચાર દિવસ રોકાયા બાદ અમરાવતી ગયો હતો. જયંતીલાલે ચોરીના રોકડા રૂપિયા પૈકી ૧,૪૯,૩૧૯ ઍસ.બી.આઈના અને ૧,૩૯.૦૩૮ યુકો બેન્કના ઍકાઉન્ટમાં ડીપોઝીટ કર્યા હોવાની કબુલાત કરી હતી.
વધુમાં ક્રાઈમ બ્રાન્ચના સુત્રોઍ જણાવ્યું હતું કે જયંતીલાલ ઓસ્વાલ માત્ર જૈન- અગ્રવાલના ઘરોને જ ટાર્ગેટ બનાવી ત્યાં ઘરકામને બહાને લાગી ગણતરીના દિવસોમાં ચોરી કરતો હતો. આ પહેલા મધિરપુરામા ૨૦૧૮માં મોબાઈલ ચોરીમા અને ખટોદરામાં વીઆઈપી રોડ શ્યામ મંદિર પાસે સ્વિમ પેલેસમાંથી કુલ રૂપિયા ૪૦ લાખના મતાના દાગીનાની ચોરી કરી હતી. જયંતીલાલ અગાઉ મહિધરપુરા, ફમરા, ખટોદરા વિસ્તારમાં નવ ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો છે. અને ભાવનગર જેલમાં પાસા પણ કાપી ચુક્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationનાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
April 29, 2025નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
April 29, 2025