હાઇકોર્ટની ટકોર બાદ મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોરોના વકરી રહ્યો છે. કુલ કેસનાં 60 ટકા કેસ ચાર મહાનગરોમાંથી આવી રહ્યા છે. અન્ય જિલ્લાઓમાં પણ ધીરે ધીરે કેસ વધી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી આપણે પ્રજાના સહકારથી કોરોના સામે સંઘર્ષ કરતા આવ્યા છીએ. જે પ્રકારે આજે સમગ્ર દેશમાં કોરોનાનું વાતાવરણ છે તે જોતા એવું લાગે છે કે, હજુ પણ કેસ વધશે. પરંતુ તેનાથી આપણે ડરવાની જરૂર નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટે હાલમાં ગુજરાતની સ્થિતી જોતા લોકડાઉન કરવા અંગે સરકારને ટકોર કરી હતી. જેના પગલે મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ લોકડાઉન અંગે ખુબ જ મહત્વનો નિર્ણય લીધો હતો.આ અંગે મુખ્યમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું કે,ભારત સરકારની એક ટીમ ગુજરાત આવશે. અમિત શાહે પી.કે મિશ્રા સાથે વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકડાઉન કરવી પડે તેવી સ્થિતીનું સર્જન હજી સુધી થયું નથી. પરંતુ કેટલાક મહત્વપુર્ણ નિર્ણયો લેવા ખુબ જ જરૂરી છે. આજથી ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રાત્રી કર્ફ્યૂ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂં રહેશે. આ ઉપરાંત માત્ર ચાર મહાનગરોમાં જ નહી પરંતુ ગુજરાતનાં 20 શહેરોમાં રાત્રી કર્ફ્યૂં રહેશે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઉપરાંત હવે ગુજરાતનાં 20 શહેરોમાં રાત્રે કર્ફ્યૂ રહેશે. રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં પણ રાત્રે 8 વાગ્યાથી કર્ફ્યૂ લાગી પડશે.
આ ઉપરાંત ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રેસિંગને પણ ખુબ જ મહત્વ આપવામાં આવશે. કન્ટેઇનમેન્ટ ઝોન અંગે પણ વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે વિસ્તારમાં કલેક્ટર અથવા કમિશ્નર નક્કી કરશે તેને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવશે. આ પ્રકારે કોરોના સંક્રમણ અટકાવાશે. રેમેડિસિવિર ઇન્જેક્શન 3 લાખ ઇન્જેક્શનનો સરકારે ઓર્ડર આપી દીધો છે. ખુબ જ ઝડપથી તેનો સપ્લાય ચાલુ થાય તેવો પ્રયાસ સરકાર કરી રહી છે. સરકારી દવાખાનામાં ફ્રી અપાશે. ખાનગી હોસ્પિટલમાં નફો ન નુકસાનના ધોરણે અપાશે. જ્યાં જરૂર હશે તે પ્રકારે ઇન્જેક્શન 2 દિવસમાં જોઇએ તેટલા મળશે.
ઓક્સિજનની માંગ વધી છે ત્યારે સરકારે નિર્ણય લીધો છે કે, ઓક્સિજનનું જે લોકો ઉત્પાદન કરે છે તેને 70 ટકા ઓક્સિજન કોરોના સંદર્ભમાં આરોગ્ય વિભાગ માટે રિઝર્વ રાખવામાં આવશે. 30 ટકા ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે અપાશે. બેડની સંખ્યા વધારવા માટે વ્યાપક યોજના બનાવી છે. નાના નર્સિંગ હોમને પણ માઇલ્ડ અને એસિમ્ટમેટિક લોકોની સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરી છે. કોવિડ કેર સેન્ટર સમરસ હોસ્ટેલમાં અને કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવશે. અહીં આઇસીયુ કે ઓક્સિજનની સગવડ નહી. એસિમ્ટમેટિક અને માઇલ્ડ પ્રકારનાં દર્દી દાખલ કરવામાં આવશે.
આજે નામદાર હાઇકોર્ટે સરકારને સલાહ અને માર્ગદર્શન આપ્યું છે. અત્યાર સુધી ચાર શહેરોમાં જ કર્ફ્યૂ હતો. જે હવે વધારીને 20 કરવામાં આવ્યા છે. જુનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર અને ચાર મહાનગર, આણંદ, નડીયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. આ અંગેનું વિસ્તૃત નોટિફિકેશન બહાર પાડીશું. લગ્નમાં અત્યાર સુધી 200 લોકોની છુટ હતી જે હવે ઘટાડીને 100 લોકો કરવામાં આવશે. લગ્ન પ્રસંગમાં 100 લોકો જ હાજર રહી શકશે. આ ઉપરાંત તમામ રાજકીય અને સામાજીક મેળાવડા 30 એપ્રીલ સુધી સ્થગીત કરીએ છીએ. ગુજરાતમાં રાજકીય અને સામાજીક મેળાવડા સંપુર્ણ પ્રતિબંધિત રહેશે. 50થી વધારે લોકોને મંજુરી નહી રહે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationનાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
April 29, 2025નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
April 29, 2025