માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ (આરટીઆઇ (RTI) ) એ ભારતીય સંસદનો કાયદો છે. તે "ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ નાગરિકો માટે માહિતી મેળવવાના અધિકારના વાસ્તવિક વહીવટની સ્થાપના કરવા" માટે માહિતીની સ્વતંત્રતાના કાયદાનું અમલીકરણ છે. જોકે કેટલાક ગુંડાઓ અને ભ્રષ્ટ આગેવાની ચાપલુસી કરતા કેટલાક અધિકારી માહિતી પૂરી પડવાના બદલે અરજદારોને દમદાટી અપાવી આરટીઆઇના કાયદાનું સરેઆમ લીરેલીરા ઉડાવી રહ્યા છે.
વાલોડના બુહારી ગ્રામ પંચાયતના તલાટીએ અરજદારને ગુજરાત રાજ્ય માહિતી આયોગના રેકોર્ડ માપ પોથીના રેકોર્ડ નિરિક્ષણ અન્વયે ગ્રામ પંચાયત ખાતે બોલાવ્યો હોય તે દરમિયાન ગામના મોટા માથાઓ સહિત આશરે ૧૦ જેટલા લોકોએ અરજદાર સહિત ત્રણ લોકોને ઢીક મુક્કીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વાલોડ પોલીસ મથકે નોંધાઈ છે. જોકે ૧૦ જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે, જયારે સત્યજીતભાઇ દેસાઇની ધરપકડ બાકી છે.
મળતી માહિતી મુજબ વાલોડ તાલુકાની બુહારી ગ્રામાપંચાયત ઓફીસની સામે તા.૧૭/૦૨/૨૦૨૩ નારોજ ફરીયાદી જીગરભાઇ જગેશભાઇ શાહને તલાટી કમ મંત્રીશ્રી નાઓએ ગુજરાત રાજ્ય માહિતી આયોગના રેકોર્ડ માપ પોથીના રેકોર્ડ નિરિક્ષણ અન્વયે બુહારી ગ્રામ પંચાયત ખાતે બોલાવેલ હોય જેથી ફરી જીગરભાઈ તથા તેમના કાકા અજયભાઇ શાહ નાઓ બુહારી ગ્રામ પંચાયત ખાતે જતા ત્યાં આગળ બુહારી ગામના આગેવાન સત્યજીતભાઇ બલ્લુભાઇ દેસાઇ તથા સુરજભાઇ સત્યજીતભાઇ દેસાઇ નાઓ હાજર હોય તેઓએ ફરીયાદી જીગરભાઈને કહેલ કે,તું કેમ અહીયા માહિતી લેવા આવેલ છે ? અવાર નવાર RTIઅરજી કરે છે. તેવુ કહી માં-બહેન સમાણી નાલાયક ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
એટલું જ નહીં ત્યાં હાજર ટોળાને ઉસ્કેરી ફરીયાદી જીગરભાઈના હાથમાંથી ફાઇલ ખેચી લઈ સત્યજીત દેસાઇ તથા સુરજભાઇ દેસાઇ તથા બુહારી ગામના અનિલ જયસ્વાલ તથા વિક્રમ ભંડારી તથા વિમલ ભંડારી તથા ભાવેશભાઇ ભાવસાર તથા અનુજ વર્મા તથા પરેશ ભંડારી તથા જય ભંડારી તથા પ્રફુલ ભાવસાર તથા રાજુ મદ્રાસી નાઓએ ફરિયાદી જીગરભાઇ શાહ તથા ફરિયાદીના કાકા અજયભાઇ શાહ ને તથા બુહારી ગ્રામ પંચાયત ખાતે જાહેર અધિકાર હેઠળ માહિતી લેવા આવેલા સાહેદ વિનેશભાઇ જયંતીભાઇ ભંડારી નાઓને ઢીક મુક્કીનો માર મારી નાલાયક ગાળો આપી ફરિયાદી જીગરભાઈ તથા અજયભાઇ શાહ ને શરીરે મુઢ ઇજા પહોચાડી હતી તથા વિનેશભાઇ જયંતીભાઇ ભંડારીને કપાળના ભાગે ઇજા પહોડી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી અજયભાઇ શાહનો મોબાઇલ ફોન તોડી નાખ્યો હતો. જોકે બનાવ અંગે જીગરભાઇ જગેશભાઇ શાહએ ફરિયાદ આપતા વાલોડ પોલીસે ૧૧ જેટલા લોકો વિરુદ્ધ આપીસીની કલમ ૧૪૩,૧૪૬,૧૪૭,૧૪૯,૩૨૩,૪૨૭,૫૦૪,૫૦૬(૨),મુજબ ગુનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(૧) સત્યજીતભાઇ બલ્લુભાઇ દેસાઇ (૨) સુરજભાઇ સત્યજીતભાઇ દેસાઇ (૩) અનિલ અરવિંદભાઇ જયસ્વાલ (૪) વિક્રમ ખુશાલભાઇ ભંડારી (૫) વિમલ ડાહ્યાભાઇ ભંડારી (૬) ભાવેશ પ્રફુલભાઇ ભાવસાર (૭) અનુજ બાબુલાલ વર્મા (૮) પરેશ દિપકભાઇ ભંડારી (૯) જય ભંડારી (૧૦) પ્રફુલ સોમાભાઇ ભાવસાર (૧૧) રાજુ મદ્રાસી તમામ રહે, બુહારી તા.વાલોડ જી.તાપી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationનાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
April 29, 2025નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
April 29, 2025