Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશ મંત્રી અને ગૃહમંત્રીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી, અમિત શાહે પહલગામ હુમલાની માહિતી પણ આપી રાષ્ટ્રપતિ મુર્મૂને

  • April 24, 2025 

જમ્મુ કાશ્મીરનાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત સરકારે કડક પગલા ઉઠાવવાનું શરુ કરી દીધું છે. બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા નિર્ણય લીધા બાદ હવે આજે ગુરુવારે વિદેશ મંત્રી એસ. જયશંકર અને ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે મુલાકાત કરી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠક સુરક્ષા સ્થિતિની ગંભીરતા અને આગામી રણનીતિઓ પર ચર્ચાના સંદર્ભમાં તેને મહત્ત્વની માનવામાં આવી રહી છે. અમિત શાહે પહલગામ હુમલાની માહિતી રાષ્ટ્રપતિ મુર્મૂને આપી હતી.


તેની સાથો સાથ વિદેશ મંત્રાલયમાં પણ એક મહત્ત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે, જેમાં અનેક દેશોના રાજદૂતોને બોલાવાયા છે. જેને લઈને જર્મની, જાપાન, પોલૅન્ડ, બ્રિટન અને રશિયા સહિત તમામ દેશોના રાજદૂત સાઉથ બ્લોક ખાતે વિદેશ મંત્રાલયના કાર્યાલય પહોંચ્યા છે. આ રાજદૂતોને પહલગામ આતંકવાદી હુમલાની વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે અને ભારતની સુરક્ષા ચિંતાઓથી અવગત કરાઈ રહ્યા છે.


મળતી માહિતી અનુસાર, MEAના વરિષ્ઠ અધિકારી તેમને હુમલા પાછળ સંભાવિત આતંકવાદી સંગઠનો, પાકિસ્તાનની ભૂમિકા અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા કાર્યવાહી અંગે માહિતી આપવામાં આવશે. સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી શુક્રવારે ખુદ સ્થિતિની સમીક્ષા કરશે અને બેસરનમાં હુમલાની જગ્યાએ પહોંચશે. તેઓ ત્યાં સૈન્ય કમાન્ડરો અને સ્થાનિક અધિકારીઓ સાથે સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરશે અને આગળની રણનીતિ નક્કી કરશે. સેનાનું આ કદમ આતંકવાદ વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહીની દિશામાં એક મજબૂત સંકેત મનાઈ રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application