વલસાડનાં જૂજવા ગામનાં મૂળ રહીશ અને નિવૃત શિક્ષક અને તેમના કુટુંબીજનો વચ્ચે સહિયારી માલિકીની જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન સોમવારે નિવૃત શિક્ષકને પિતા-પુત્રની બેલડીએ નિવૃત શિક્ષકને માર મારી ધમકી આપી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વલસાડનાં જૂજવા ગામનાં માતા ફળિયાના રહીશ અને હાલે વલસાડનાં અબ્રામા સ્થિત ધારાનગરમાં રહેતા રમેશચંદ્ર મોહનલાલ પટેલ નિવૃત શિક્ષક છે તેઓ ખેતી પણ કરે છે. ગામમાં આવેલા ખાતા નંબર ૨૮૩ વાળી જમીન તેઓ તથા તેમના કુટુંબીજનો વચ્ચેની સહિયારી માલિકીની છે.
આ જમીનમાં હિસ્સા બાબતે સહિયારી માલિકી ધરાવતા કબ્જેદારો વચ્ચે વિવાદ ચાલી આવ્યો છે. સોમવારે રમેશચંદ્ર તેમના હિસ્સામાં આવેલી જમીનમાં ખુટાનું સમારકામ કરવા ખાડો ખોદી રહ્યા હતા. તે સમયે ત્યાં આવી પહોંચેલા રણજીતભાઈ શુક્કરભાઈ પટેલ અને તેના પુત્ર રિંકલે ખાડો ખોદવા બાબતે રમેશચંદ્ર સાથે બોલાચાલી શરુ કરી, તેમને અપશબ્દો કહ્યા હતા. પિતા-પુત્રની બેલડીએ રમેશચંદ્રને માર મારી તેમનો મોબાઈલ ફોન પણ લઈ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પિતા-પૂત્રના આતંકથી ગભરાઈ ગયેલા રમેશચંદ્ર જુના ઘર પાસે સંતાઈ ગયા હતા. ત્યારબાદ પિતા પુત્ર રમેશચંદ્રનો મોબાઈલ ફોન તેમના ઘર પાસે મૂકીને ચાલ્યા ગયા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application