નવસારીનાં ગણદેવી તાલુકાનાં ધમડાછા ગામનાં અનાવિલ વૃધ્ધની ડિજિટલ એરેસ્ટ કરી સાઈબર ઠગબાજોએથી રૂ.૪.૩૫ લાખ ખંખેરી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના ધમડાછા ગામે વશી ફળિયામાં રહેતા ખેડૂત ધનેશભાઈ બળવંતરાય દેસાઈને ત્રણ સપ્તાહ અગાઉ વીડિયો કોલ કરનારે પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી અન જણાવ્યું હતું કે તેમના નામે મની લોન્ડરિંગની ફરિયાદ નોંધાઈ છે અને તેમના ખાતામાંથી નરેશ ગોયલ નામની વ્યક્તિ સાથે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન લેણદેણનો ઉલ્લેખ કર્યો હતો.
વધુમાં, તેમણે વીડિયો કોલમાં સુપ્રીમ કોર્ટ અને સીબીઆઈના બનાવટી પત્રો તેમજ બોગસ એરેસ્ટ વોરંટ બતાવ્યા હતાં અને રિઝર્વ બેંકમાં વેરિફિકેશન માટે રકમ જમાં કરાવવા ફરમાન કર્યું હતું. ત્યારબાદ યુક્તિપ્રયુક્તિ વાપરી કુલ રૂ.૪,૩૫,૦૦૦/- ઉસેટી લીધા હતાં. જે બાદ ફરી કોર્ટ અને ક્રાઈમ બ્રાન્ચના નામે રૂ.૧૦ લાખની માંગ કરી હતી. જેના જવાબમાં વૃધ્ધએ મક્કમતાથી રૂપિયા નહીં હોવાનું જણાવી સમગ્ર વાત પુત્રને કરી હતી. પુત્રએ પિતાને ફોડ થયો હોવાની સમજ આપી હતી અને સાયબર હેલ્પ લાઈન ઉપર અજાણ્યા ઠગો સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ વૃધ્ધએ ગણદેવી પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500