મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં વેલ્દા ગામની સીમમાંથી પસાર થતા જાહેર રોડ ઉપર ટ્રક અડફેટે આવેલ બાઈક ચાલકને ઈજા પહોંચતા મામલો પોલીસ મથકે નોંધાયો હતો. મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાનાં કામરેજ ખાતે રહેતા જયેશભાઈ કરણભાઈ ભરવાડ નાંઓ તારીખ ૦૪/૦૪/૨૦૨૫ નાંરોજ પોતાના કબ્જાની હાઈવા ટ્રકને વેલ્દા ગામે ભારત પેટ્રોલપંપની નજીકમાં જાહેર રોડ ઉપરથી પસાર થતા હતા.
તે સમયે મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લાનાં નંદપુર ગામનાં જીતેન્દ્રભાઈ જયપતભાઈ વસાવેની બાઈક નંબર GJ/19/D/7045ને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક જીતેન્દ્રભાઈને ડાબા પગના ઘૂંટણથી નીચે નળાનાં ભાગે તથા પગનાં પંજા સુધી ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ અંગે ઈજાગ્રસ્ત જીતેન્દ્રભાઈની પત્ની કલ્પનાબેનએ નિઝર પોલીસ મથકે ટ્રક ચાલક જયેશભાઈ વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application