Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા વઘઈ માર્ગ પર વાહન ચાલકો પર મધમાખીઓના હુમલો

  • April 29, 2025 

ડાંગ જિલ્લાનાં આહવા વઘઈ માર્ગ પર આવેલ શિવઘાટ દેસાઈના વળાંક પાસે લગભગ ૮ વાગ્યેના અરસામાં મધપૂડાની મોટી જાત ગણાતો ભવર મધપૂડો તૂટી પડયો હતો. જેથી તેની માખીઓએ છંછેડાઈને અવરજવર કરતા વાહનોને પરેશાન કર્યા હતા. કેટલાક ટુ વ્હીલર સવારોને ભારે ડંખ માર્યા હતા.


જેમાં કપડાં ચાદર વેચનાર ફેરિયા કાલેફ અલી સૈયદ (રહે.કાસોડા, તા.એરંડોલ, જિ.જલગાંવ, મહારાષ્ટ્ર) જેને મધમાખીઓએ લગભગ ૧૫૦ જેટલા ડંખ આહવા હોસ્પિટલમાં હાલ ૨૪ કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે. આ માર્ગ પર બે કલાક સુધી માખીઓએ વાહન ચાલકોને ભારે પરેશાન કર્યા હતા. આહવા વથઈ માર્ગ પર અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો અને કેટલાંક ટુ વ્હીલર ચાલકાએ આહવા કે વઘઈ જવા માટે ધોઘલી સુંદા સતી ગામના માર્ગ થઈ ભવાનદગડ રસ્તાનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ બે ત્રણ કલાક પછી ભોવર મધપૂડાની માખીઓ જતી રહેતાં રાહત થઈ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application