ડાંગના સુબીર તાલુકાની યુવતી રેશમાબેન પવારે પોતાની સાથે સાઈબર ફ્રોડ થયા અંગેની ફરિયાદ સાઈબર પોલીસને આપી હતી. તેમના એકાઉન્ટમાંથી કુલ રૂ.૨,૬૭,૦૦૦/-ની રકમ UPI મારફતે મોબાઈલ દ્વારા પૈસા ઉપાડી લેવાયા હતા. જે બાબતે આહવા સાઈબર પોલીસે આહવા ખાતે BSNL એક્સચેન્જ ઓફિસમાં સીમકાર્ડ અંગે તપાસ કરતા મોબાઈલનો સીમકાર્ડ હરપ્રિતસિંઘ નામના ઈસમને ફાળવાયો હોવાનું જણાયું હતું. આ મોબાઈલ નંબરના SDR/CDR/CAF મંગાવી એનાલીસીસ કરતા આરોપીનુ લોકેશન પંજાબ રાજયના ગુરુદાસપુર જિલ્લાના બટલા જણાઈ આવ્યું હતું.
જેથી આરોપીને પકડવા તપાસ કરનાર પોલીસ ઈન્સ્પેકટર તથા તેમની ટીમ દ્વારા ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમનસોર્સની મદદથી આરોપી પંજાબ હોવાનુ જણાતા આરોપીને પકડવા આહવા પોલીસની એક ટીમ પંજાબ રાજયમાં મોકલી આપવામાં આવી હતી. સાઈબર પોલીસે પંજાબ ખાતે કેમ્પ રાખી અને વેશપલટો કરી આરોપીની વોચમા રહ્યાં હતાં. જેમાં આરોપી હરપ્રતસિંઘ અજીતસિંઘ (રહે.કલેર, તા.બટાલા, જિ.પુરુદાસપુર, પંજાબ)ને અટક કરી તારીખ ૨૬ નારોજ નામદાર કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ મેળવ્યાં હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500