૧૩મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા આજરોજ આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નોના મુદ્દે સોનગઢ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
(૧) સોનગઢ તાલુકાના તમામ ગામના એક કુટુંબમાં વધુ સભ્ય ધરાવતા કુટુંબોનું રેશનકાર્ડ વિભાજીત કરાવેલ છે તેમને APL-1 રેશનકાર્ડ આપવામાં આવેલ છે. જેમાં APL-1 રેશનકાર્ડ ધરાવતા કુટુંબો મધ્યમ વર્ગ કે પછાત વર્ગના છે તથા અનેક કુટુંબો છૂટક મજૂરી કરી અને પોતાનું જીવન ધોરણ ચલાવે છે તેવા APL-1 રેશનકાર્ડ ધરાવતા કુટુંબોનું સર્વે કરી અને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013(NFSA) કાયદાના માપદંડમાં સમાવેશ કરી તાત્કાલિક ધોરણે અનાજ પૂરું પાડવામાં આવે.
(૨) સોનગઢ તાલુકાના આદિવાસી સમાજના કુટુંબોને અગ્રતાક્રમમાં સમાવેશ કરવા માટે અંદાજે 1500થી વધારે અરજીઓ પુરવઠા મામલતદાર કચેરીમાં 2017થી આજદિન સુધી આપ્યા છે જે અરજીઓની આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જે અરજીઓને ધ્યાને લઈ ઝડપી કાર્યવાહી કરો અને દૂર અંતરિયાળ ગામડાઓ માંથી આવતા આદિવાસીઓ ભાઈઓ-બહેનોની પેન્ડિંગ પડેલ અરજીઓ વહેલી તકે નિકાલ કરવામાં આવે.
(૩) સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વિધવા બહેનો જેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેમજ મજૂરી કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે જેઓને સરકારના પરિપત્ર ક્ર.એએવાય/૧૦૨૦૦૫/જીઓઆઇ/૧૧૭/પાર્ટ/ક મુજબ વિધવા બહેનોને અંત્યોદય રેશનકાર્ડ ફરજિયાત બનાવી આપવો.
(૪) વિધવા બહેનોને વિધવા સહાય યોજના નો લાભ મેળવવા માટે અરજીપત્રક ભરતી વખતે તલાટી દ્વારા પેઢીનામું માંગવામાં આવે છે જે પેઢીનામું બનાવવા માટે સોગંદનામું વકીલ પાસેથી માંગવામાં આવે છે તે રદ કરો.અને વિધવા સહાય યોજના માટે પેન્ડિંગ પડેલ અરજીઓની ઝડપી કાર્યવાહી કરવામાં આવે.
(૫) સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ એકટ-2019 રદ કરો,સંવિધાનની પાંચમી અનુસૂચિનો અમલ કરો.
(૬) જંગલોના સંવર્ધનના નામે ખાનગી કંપનીઓને જંગલોની ફાળવણી બંધ કરો અને અનુસૂચિ-૫ અને વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ અનુસાર જંગલો ના સંવર્ધન તથા પુનઃનિર્માણ માટે સામુદાયિક વન અધિકાર સુનિશ્ચિત કરો.
(૭) પાર-તાપી-નર્મદા નદી જોડાણ યોજના આદિવાસી સમાજને માટે વધારે નુકશાનકારક યોજના હોવાથી આ યોજના બંધ કરો,અને આદિવાસી વિસ્તારમાં લોકોને પાણી પુરા પાડવાની ખોટી લાલચ બંધ કરો. તેમજ પાણીના સ્થાનિક સ્ત્રોતોનું સંવર્ધન-પુનઃનિર્માણ કરો.
(૮) આદિવાસી વિસ્તારમાં અનુસૂચિ-૫ બંધારણીય અધિકાર છે તેને કાયમ રાખો અને બિન આદિવાસીઓના હાથમાં ગયેલ જમીન પરત આપો તેમજ 73AA માં જમીન સબંધિત સંશોધનો રદ કરો,અને 73AA ને કાયમી રાખો.
(૯) આદિવાસી વિસ્તારમાં પેસા કાયદો 1996 અને ગુજરાત સરકાર દ્વારા બનાવેલા નિયમો 2017ને અસરકારક અમલીકરણ કરો અને ગામે ગામ ગ્રામસભા યોજો. અને પેસા કાયદો મુજબની ત્રણ સમિતિઓ બનાવવામાં આવેલ છે. તે પંચાયત પ્રમાણે નહીં પરંતુ ગામ પ્રમાણે બનાવવો.
(૧૦) વન અધિકાર કાયદો 2006 અંતર્ગત 2006ના અગાઉથી ખેડાણ કરતા દાવેદારના દાવા અરજીઓ પેન્ડિંગ છે જે મંજુર કરવા ઘટતી કાર્યવાહી પુરી કરી તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે. અને વન અધિકાર કાયદો 2006 અંતર્ગત સામુદાયિક અધિકાર જે તે ગામના દાવા મંજુર કરેલ છે તેમને તાત્કાલિક ધોરણે સામુદાયિક અધિકાર પત્ર આપવામાં આવે,
જેવા પ્રશ્નોના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને આગામી ટૂંક સમયમાં કાર્યવાહી ન કરવામાં આવે તો આદિવાસી સાર્વગી વિકાસ સંઘ સોનગઢ આગામી દિવસોમાં ઝુંબેશ માટે તૈયાર હોવાની પણ ચીમકી આપવામાં આવી છે. કારણકે સંગઠન દ્વારા આ મુદ્દાઓને લઈ ગત દિવસોમાં ત્રણ-ચાર વખત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationનાંદોદનાં એક ગામની સગીરાનું અપહરણ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
April 29, 2025નેત્રંગમાં યુવકને લાકડાનાં સપાટા મારી મોતને ઘાટ ઉતાર્યો
April 29, 2025