વલસાડનાં કપરાડાનાં અંભેટી ગામે રહેતા અને હાલે વાપીની એક ખાનગી કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા યુવકને પ્રથમ ટેલિગ્રામ એપ વોટ્સએપ નંબર પણ સમીરને મોકલ્યો વિકા નાણાં કમાવવાનો ઝાંસો આપી યુવક પાસેથી કુલ રૂ.૪,૬૬,૮૮૦/- અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. મળતી માહિતી મુજબ, કપરાડાના અંભેટી ગામે રહેતા સમીરભાઈ બાબુભાઈ પટેલ વાપીની એક કંપનીમાં હાલે સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. ગત તારીખ ૦૯/૧૨/૨૦૨૪ નારોજ સમીર બીજી ખાનગી કંપનીમાં ફરજ બજાવતો હતો. તે સમયે તેઓ ટેલિગ્રામ એપમાં જોબ સંબંધે અપડેટ જોઈ રહ્યા હતા. સમીરે ટેલિગામમાં અંજલિ નામની આઈડી ઉપર સંપર્ક થયો હતો.
ત્યારબાદ સમીરને ટેલિગ્રામ એપમાં અભિરવ મેનન નામની આઈડી પર કોઈક ભેજાબાજે મેસેજ મારફતે વાત શરૂ કરી, તેની ઓળખ ઓપ્ટીમાઈઝ એપ્લિકેશન એપના એક્ઝિક્યુટિવ તરીકે આપી. એક વોટ્સએપ નંબર પણ સમીરને મોકલ્યો હતો. સમીરને ઓપ્ટીમાઈઝ એપ્લિકેશનમાં મર્ચન્ટ પે પર રેટિંગના આધારે કમિશન આપવાની લાલચ આપી ડાઉનલોડ કરાવી આઈ.ડી. અને પાસવર્ડ બનાવડાવ્યા હતા. ત્યારબાદ એપ્લિકેશન ૨૦ વખત સબમિટ કરવાનું જણાવતા સમીરે તે મુજબ સબમિટ કરતા, તેના ખાતામાં રૂ.૭૬૪ જમા થયા હતા.
જે રકમ સમીરે ઉપાડી લીધી હતી. ત્યારબાદ ભેજાબાજે સમીરના રૂ.૧૦,૦૦૦ જમા કરાવવાનું કહેતા સમીરે ૮,૦૦૦ જમા કરાવતા તેના ખાતામાં કુલ રૂ.૧૬,૪૫૪/- જમા થયા હતા. તે રકમ પણ સમીરે ઉપાડી લીધી હતી. કમિશનનો ઝાંસો આપ્યા બાદ ભેજાબાજોએ સમીરના ખાતામાં નાણાં જમા કરાવ્યા હોવાનું તરકટ રચી કુલ રૂ.૪,૯૯,૮૮૦/- અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. સમીરને છેતરાયા હોવાની જાણ થતા તેમણે આ બાબતે રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500