ભરૂચનાં વાગરા તાલુકાનાં ઓએજીનાં સીપીએમ ઓઈલ પ્લાન્ટમાંથી ચાંચવેલ જતા રોડ પર ટ્રક અને ટેન્કર અથડાતાં ટેન્કર ચાલકનું ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા મૌલિક અજીત પટેલ એસજી હાઈવેની સપથ હેકઝા સોલરોડ ખાતે આવેલી વિરાટ એસીડ પ્રા.લી.કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીમાં ૧૦ ટેન્કર છે. જેના થકી તેઓ કંપનીઓના ઓર્ડરના આધારે ટેન્કરમાં વહન કરે છે.
તેમના ટેન્કર પર ડ્રાઈવર તરીકે કામ કરતો રાજસ્થાનના ડુંગરપુરાનો લીલારામ ઉર્ફે કાલુનાથુલાલ રઉત તેમનું ટેન્કર લઈને હાલોલ જીઆઈડીસીથી વાગરા દહેજ જીઆઈડીસીમાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં કોસ્ટિક સોડા લાય લોડ કરવા માટે ગયો હતો. જયારે રાત્રે કોઈનો લીલારામના મોબાઈલથી ફોન આવ્યો હતો જેમાં ફોન કરનારા અજાણ્યા શખ્સે જણાવ્યુ હતુ કે, વાગરા તાલુકાનાં ઓએજીનાં સીપીએમ ઓઈલ પ્લાન્ટમાંથી ચાંચવેલ જતા રોડ પર અકસ્માત થયો છે. જેથી તેઓ તુરંત વાગરા આવવા માટે રવાના થયા હતા. તેઓ વાગરા પહોંચતા ઈજાગ્રસ્ત લીલારામ ઉર્ફે કાલુને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો જયાં તેનું ટૂંકી સારવાર બાદ મોત થયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application