અમદાવાદનાં લલ્લા બિહારીના કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ખોટા દસ્તાવેજો ઊભા કરીને ગેરકાયદે વસાહત ઊભી કરી હતી. ચંડોળા તળાવમાં તેણે બાંગ્લાદેશીઓને ગેરકાયદેરીતે ઘુસાડ્યા હતા. મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ગેરકાયદેરીતે આવેલા બાંગ્લાદેશીઓને આશરો આપનારા લલ્લા બિહારી ઉર્ફ મહમૂદ પઠાણની રાજસ્થાનના બાંસવાડાથી ધરપકડ કરાઈ હતી. તે બાંગ્લાદેશીઓ માટે મદદગાર હતો. તે ગુજરાતમાં તેના બનાવટી ડોક્યૂમેન્ટ બનાવી આપતો હતો. અમદાવાદ મહાનગરપાલિકાએ 29 એપ્રિલે ચંડોળા તળાવ આસપાસમાં કબજો કરાયેલી બાંગ્લાદેશીઓની વસાહત અને લલ્લા બિહારીના ફાર્મહાઉસને 70 બુલડોઝર ચલાવીને તોડી દેવાયા હતા.
ત્યારબાદ લલ્લા બિહાર ભાગીને રાજસ્થાનમાં છૂપાઈ ગયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શુક્રવારે તેને બાંસવાડાના સલ્લોપાટ વિસ્તારમાં મોટી ઝેર ગામથી ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને અમદાવાદ લવાયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ટેક્નિકલ પુરાવાના આધારે લલ્લા બિહારીની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે બે કેસ નોંધાયેલા છે. સ્થાનિક નેતાઓએ દસ્તાવેજો માટે નકલી લેટર પેડ બનાવડાવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે, આ મામલાની પણ તપાસ કરવામાં આવશે. હવે બાંગ્લાદેશીઓ માટે ચાલતા સમગ્ર રેકેટની સાચી વિગતો બહાર આવશે. તેમના પુત્ર ફતેહ મોહમ્મદની ગુજરાતમાં ધરપકડ થઈ ચૂકી છે.
લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહમ્મદની પૂછપરછ દરમિયાન પોલીસને માહિતી મળી કે લલ્લા બિહારીના 5 સરનામાં છે. તે પાંચ ઘરમાં ચાર પત્નીઓ સાથે રહેતો હતો. પાંચેય ઘરોમાંથી અનેક બેંક ખાતાઓની માહિતી અને મોટી સંખ્યામાં બિલ બુક પણ જપ્ત કરવામાં આવી છે. દાણીલીમડા વિસ્તારમાં નૂર અહમદી સોસાયટીમાં સ્થિત તેના એક ઘરમાંથી પૈસા ગણવાનું મશીન અને ભાડાની રસીદોના સેંકડો બંડલ પણ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે લલ્લા બિહારી બાંગ્લાદેશથી ગુપ્ત રીતે સરહદ પાર કરનારાઓને મદદ કરતા હતા. તેણે તેમને નકલી દસ્તાવેજો અને કામ પણ પૂરું પાડ્યું. બદલામાં તે કોલોનીમાં ભાડા પર મકાનો આપતો હતો. તે ભાડામાંથી 10 થી 12 લાખ રૂપિયા કમાતો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500