વાલોડનાં અંબાચ ગામનાં આશ્રમ ફળિયામાં વાલોડથી ખાનપુર ગામ તરફ આવતાં રસ્તા પર દૂધ ડેરી પાસે મોપેડ બાઈક ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી આધેડને પાછળથી ટક્કર મારી દેતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, તેમજ મોપેડ બાઈક ચાલક સહીત બે જણાને ઈજા પહોંચી હતી. બનાવ અંગે વાલોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારાના રૂપવાડા ગામનાં આંબલી ફળીયામાં રહેતો સાહીલભાઈ સરમુખભાઈ ચૌધરીનો તારીખ 29/04/2025 નાંરોજ પોતાના કબ્જાની ડ્યુટ મોપેડ બાઈક નંબર GJ/26/R/2214ને લઈ અંબાચ ગામનાં આશ્રમ ફળિયામાં વાલોડથી ખાનપુર ગામ તરફ આવતાં રસ્તા પર દૂધ ડેરી પાસેથી પસાર થતો હતો.
તે સમયે જયેશભાઇ દિનુભાઈ ચૌધરી (ઉ.વ.૬૦., રહે.અંબાચ ગામ, બાવળી ફળીયું, તા.વાલોડ)નાઓ ચાલતા ચાલતા ખાનપુર બસ સ્ટેન્ડ તરફ જતા હતા. તે દરમિયાન સાહીલભાઈએ પોતાના કબ્જાની મોપેડ બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી જયેશભાઈને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં જયેશભાઈને માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમજ મોપેડ પાછળ બેસેલ રાકેશભાઈ ચૌધરી અને મોપેડ બાઈક ચાલક સાહીલને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે રાકેશભાઈ ચૌધરી નાંએ તારીખ 30/04/2025 નાંરોજ મોપેડ બાઈ ચાલક સાહીલ ચૌધરી સામે વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500