દેશમાં એચએમપીવી વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. હવે આસામમાં તેનો નવો કેસ સામે આવ્યો છે. શનિવારે અધિકારીઓએ જણાવ્યું કે, 10 મહિનાના બાળકમાં હ્યૂમન મેટાન્યૂમોવાયરસ (એચએમપીવી) સંક્રમણ મળ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે ‘બાળકની ડિબ્રૂગઢના આસામ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ (એએમસીએચ)માં સારવાર ચાલી રહી છે અને હવે તેની હાલત સ્થિર છે. બાળકને ચાર દિવસ પહેલા શરદી-ખાંસીના લક્ષણોના કારણે સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યો હતો.’
હોસ્પિટલના અધિક્ષકે કહ્યું કે 'લાહોવાલ સ્થિત આઈસીએમઆર-આરએમઆરસીથી તપાસના પરિણામ મળ્યા બાદ કાલે એચએમપીવી સંક્રમણની પુષ્ટિ થઈ. ઈન્ફ્લૂએન્ઝા અને ફ્લૂથી સંબંધિત મામલામાં તપાસ માટે સેમ્પલ નિયમિત રીતે ભારતીય તબીબી સંશોધન પરિષદને મોકલવામાં આવે છે. તેમાં આ રિપોર્ટ આવ્યો. આ એક નિયમિત તપાસ હતી, જે દરમિયાન એચએમપીવી સંક્રમણની જાણ થઈ. બાળકો હવે સ્થિર છે. આ એક સામાન્ય વાયરસ છે અને ચિંતાની કોઈ વાત નથી.
આઈસીએમઆર પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્ર લાહોવાલ (ડિબ્રૂગઢ) ના વરિષ્ઠ વિજ્ઞાની ડૉ. બિસ્વજીત બોરકાકોટીએ કહ્યું કે '2014થી અમે ડિબ્રૂગઢ જિલ્લામાં 110 એચએમપીવી મામલાની તપાસ કરી છે. આ ત્યાંનો પહેલો કેસ છે. દર વર્ષે આની જાણ થાય છે અને આમાં કંઈ પણ નવું નથી.' દેશમાં એચએમપીવી વાયરસના કેસ વધ્યા છે. અત્યાર સુધી 13 કેસ સામે આવી ચૂક્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આસામ, કેરળ સહિત ઘણા રાજ્યોમાં આના કેસ મળ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500