ભારતમાં પ્રથમ વખત કોઈ બી1-બી2 અરજીકર્તાઓને સરેરાશ 450થી 600 દિવસની રાહ જોવી પડી રહી છે. અમેરિકાનાં વિદેશ વિભાગનાં સત્તાવાર પ્રવક્તા મૈથ્યુ મિલરે ગુરુવારે જણાવ્યું હતું કે, અમેરિકાની કોન્સ્યુલર ટીમો ભારતમાં વધુમાં વધુ વિઝા અરજીઓને પ્રોસેસ કરવા માટે દબાણ કરી રહી છે. તેમણે તેને અમેરિકાની સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી હતી અને સ્વીકાર કર્યો હતો કે, આનાથી વધારે પણ થઇ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી US મુલાકાત દરમિયાન મુત્સદ્દીગીરી, ઇમિગ્રેશન અને વિઝા મુદ્દાઓ અંગે ભારત US પાસેથી શું અપેક્ષા રાખી શકે તે અંગે પૂછવામાં આવતાં, મેથ્યુ મિલરે જણાવ્યું હતું કે, ‘વિઝાનાં મુદ્દા પર અમારી કોન્સ્યુલર ટીમ સંખ્યાબંધ વિઝા અરજી પર કામ કરી રહી છે.
ભારતમાં જેટલું સંભવ થઈ શકે તે વિઝા કેટેગરી સહીત જે દ્વિપક્ષીય સંબંધો માટે મહત્વપૂર્ણ તે અમારી સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે જણાવ્યું હતું કે, ‘અમે જાણીએ છીએ વિઝાનાં મુદ્દા પર વધુ કામ થઇ શકે છે અને અમે તેને પૂર્ણ કરવા માટે મહેનત કરી રહ્યા છે. આ સવાલનાં જવાબમાં હું વ્હાઇટ હાઉસથી આગળ નથી વધવા નથી માંગતો કે જાહેરાત કરી શકતો નથી. આ પ્રેસ બ્રીફિંગમાં મૈથ્યુ મિલરે ભારતની સાથે અમેરિકાની ભાગીદારીને સૌથી વધુ પરિણામી સંબધોમાંથી એક ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે, બંને દેશો સૌથી મહત્વપૂર્ણ પ્રાથમિકતા પર મળીને કામ કરે છે.
હકીકતમાં અમેરિકાનાં ટોચનાં સાંસદોએ ભારતને એક મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવતા રાષ્ટ્રપતિ જો બાઈડનનાં વહીવટી તંત્રને વિઝા વેઈટિંગ પિરીયડનાં મુદ્દાને પ્રાથમિકતાને આધારે ઉકેલ લાવવા માટે વિનંતી કરી છે. સેનેટની વિદેશી સબંધો સાથે જોડાયેલ સમિતિનાં અધ્યક્ષ સાંસદ બોબ મેનેંડેજ અને હાઉસ ઇન્ડિયા કોકસના સહ અધ્યક્ષ માઈકલ વાલ્ટઝે કોન્સ્યુલર અફેર બજેટ પર કોંગ્રેસની બે અલગ અલગ સુનાવણી દરમિયાન વિદેશ મંત્રાલયના ટોચના અધિકારીઓને પૂછ્યું હતું કે, ભારતમાં વિઝા માટે લોકોને 600 દિવસ સુધી શા માટે રાહ જોવી પડી રહી છે.
મેનેન્ડેઝે કહ્યું, ‘અમેરિકા અને ભારતનાં લોકો વચ્ચે મજબૂત સંબંધ છે. ભારત હવે 'ક્વાડ'નો ભાગ છે. અમે તેને અમારા ભૌગોલિક-વ્યૂહાત્મક હિતોમાં સતત સામેલ કરી રહ્યા છીએ. ન્યુ જર્સીમાં મોટી સંખ્યામાં લોકો ભારતીય અમેરિકનો તેમના પરિવાર સાથે રહે છે. હું ભારતમાં B1-B2 અરજદારો માટે વેઇટિંગ પિરીયડ ઘટાડવા માટે મંત્રાલય દ્વારા લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરું છું. તેમણે સેનેટની વિદેશી સંબધો સાથે જોડાયેલ સમિતિની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, ‘આટલું હોવા છતાં છેલ્લા એક વર્ષથી ભારતમાં પ્રથમ વખત કોઈ બી1-બી2 અરજીકર્તાઓને સરેરાશ 450થી 600 દિવસની રાહ જોવી પડી રહી છે.
આ વૈશ્વિક સત્ર પર સૌથી વધુ વેઈટિંગ પિરીયડ છે. તેમાં 600 દિવસ કેમ લાગી રહ્યા છે?? સાંસદ વોલ્ટ્ઝે હાઉસ ફોરેન રિલેશન્સ કમિટીની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, હું US ઇન્ડિયા કોકસનો સહ અધ્યક્ષ છું. મને લાગે છે કે આ 21મી સદીમાં અમારા સૌથી વધુ પરિણમી આર્થિક, રાજકીય સુરક્ષા સંબંધોમાંથી એક છે. જોકે મને ભારતીય અમેરિકન તથા અમારા ભારતીય સહયોગીઓ પાસેથી સતત વેઈટિંગ પિરિયડને લઈને ફરિયાદો પ્રાપ્ત થઇ રહી છે. આમ છતાં ભારતમાં અમારા સૌથી વધુ કોન્સ્યુલર અધિકારીઓ પદ પર છે.
તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે હાજર ડેટા અનુસાર ભારતના મુંબઈમાં વેઈટિંગ પિરિયડ સરેરાશ 587 દિવસ છે. વોલ્ટઝ એ જણાવ્યું હતું કે વિઝા મળવામાં વિલંબથી વ્યાપારિક સંબંધો ઉપર પણ અસર થશે. કોન્સ્યુલર અફેર્સ માટે રાજ્યના સહાયક સચિવ રીના બિટરએ કોંગ્રેસની બે અલગ-અલગ સુનાવણીમાં સાંસદોને જણાવ્યું હતું કે વિદેશ વિભાગ સમસ્યાના ઉકેલ માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે અને તેને ઉકેલવા માટે ઘણા પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે વિઝાની રાહ જોવાનો સમય લગભગ બે તૃતિયાંશ જેટલો ઓછો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકાની સરકારી મુલાકાતે જઈ રહ્યા છે. વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરમાં પીએમ નરેન્દ્ર મોદીને યુએસ પ્રેસિડેન્ટ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન આમંત્રિત કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500