સોનગઢનાં ગાળકુવા ગામનાં આમલી ફળિયામાંથી આંબાના ઝાડ નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂનાં જથ્થા સાથે એક આધેડને ઝડપી પાડી રૂપિયા ૨.૮૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો, જયારે આ કામે એક ઈસમને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફના માણસોને તારીખ ૦૫/૦૫/૨૦૨૫ નાંરોજ ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, સોનગઢનાં ગાળકુવા ગામનાં આમલી ફળીયામાં રહેતા સુરેશભાઈ ગામીત નાઓના ઘરની પાસે આવેલ તેમના કબ્જાનાં ખેતરમાં આંબાના ઝાડ નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મુકી રાખેલ છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો ગાળકુવા ગામનાં આમલી ફળીયામાં રહેતા સુરેશભાઇ ગામીત નાઓના ઘરની પાસે આવેલ તેમના કબ્જાના ખેતરમાં રેઇડ કરી હતી. જ્યાં આંબાના ઝાડ નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મુકી રાખેલ છે. તેમજ પોલીસે સ્થળ ઉપરથી સુરેશભાઈ દીવાનજીભાઇ ગામીત (ઉ.વ.૭૪., રહે.ગાળકુવા ગામ, આમલી ફળીયુ, તા.સોનગઢ જિ.તાપી)નાએ વગર પાસ પરમીટે પોતાના કબ્જામાં કૂલ નંગ ૨,૭૮૪ નંગ બોટલો મળી આવી હતી.
આમ પોલીસે સ્થળ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૨,૭૮,૪૦૦/- અને એક નંગ મોબાઇલ અને મળી કુલ રૂપિયા ૨,૮૩,૪૦૦/-નાં મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ આધેડ વિરુદ્ધ ગુન્હો કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500