Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિશ્વ બેંકના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું કે ભારતમા ડિઝિટલ પેમેન્ટ ઈન્ફાસ્ટ્રચરના ઉપયોગથી ગ્રાહકોને જોડવામાં બેંકોનો ખર્ચ 23 ડોલરથી ઘટીને 0.1 ડોલર થઈ ગયો

  • September 08, 2023 

જન ધન બેંક ખાતા, આધાર અને મોબાઈલ ફોન જેના ડિઝિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગર ભારત 80 ટકા નાણાકીય સમાવેશન દર હાસિલ કરવા માટે  47 વર્ષ લાગે છે જેને ભારતે માત્ર 6 વર્ષોમાં હાસિલ કરી દીધુ છે. આ વાત વિશ્વ બેંક દ્વારા તૈયાર કરવામાં આવેલ એક G20 પોલીસી ડોક્યુમેન્ટમાં કરવામાં આવી છે. વિશ્વ બેંકના આ ડોક્યુમેન્ટમાં આ પણ નોધવામાં આવ્યું છે કે, છેલ્લા નાણાકીય વર્ષમાં યુપીઆઈ ટ્રાંજેક્શનની કુલ વેલ્યુ ભારતની નોમિનલ જીડીપીનો લગભગ 50 ટકા હતો. મળતી માહિતી પ્રમાણે વિશ્વ બેંકના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે.



તે પ્રમાણે ભારતમાં ડિઝિટલ પેમેન્ટ ઈન્ફાસ્ટ્રચરના ઉપયોગથી ગ્રાહકોને જોડવામાં બેંકોનો ખર્ચ 23 ડોલરથી ઘટીને 0.1 ડોલર થઈ ગયો છે. માર્ચ 2022 સુધી ભારતને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર (DBT) દ્વારા 33 વિલિયન ડોલરની કુલ બચત થઈ છે. જે તેની જીડીપીના લગભગ 1.14 ટકા ના બરાબર છે. G20 ગ્લોબલ પાર્ટનરશિપ ફોર ફાઈનાન્શિયલ ઈંક્લુઝન  (GPFI) માટે આ દસ્તાવેજ વિશ્વ બેંક દ્વારા ભારતના નાણાં મત્રાલય અને રિઝર્વ બેંક (RBI)ના પ્રતિનિધિત્વવાળા G20 ઈન્ડિયાના માર્ગદર્શન અને ઈનપુટ સાથે તૈયાર કરવામાં આવ્યો છે.



ભારત નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાઈ રહેલ G20 શિખર સમ્મેલનમાં ડિઝિટલ પેમેન્ટ અને ફાઈનાન્શિયલ ઈંક્લુઝનના બાબતમાં પોતાની સફળતાઓને પ્રદશિત કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. વર્લ્ડ બેંકના ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે ઈન્ડિયા સ્ટેક ડિઝિટલ આઈડી, ઈંટરઓપરેબલ પેમેન્ટ, ડિઝિટલ ક્રેડેશિયલ  લેજર અને એકાઉન્ટ એગ્રીગ્રેશનની સાથે ડિઝિટલ પેમેન્ટ ઈંફ્રાસ્ટ્રચરનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યુ હતું. દસ્તાવેજમાં કહેવામાં આવ્યુ છે કે માત્ર 6 વર્ષોમાં ભારતે તેના 80 ટકા નાણાકીય સમાવેશન દર હાંસલ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application