તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:કોઈ ચીટરે નિવૃત નર્સ ના એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી 6 દિવસ માંજ અલગ અલગ જગ્યાએથી એટીએમ દ્વારા જુદાજુદા ટ્રાઝેકશન કરી ખાતા માંથી રૂપિયા 3,20,000/- ઉપાડી લઈ ઠગાઈ કર્યો હોવાનો બનાવ ઉચ્છલ પોલીસ મથકે નોંધાયો છે,
ઉચ્છલ તાલુકાના ચઢવાણ ગામે સરકારી દવાખાના પાછળ રહેતી નિવૃત નર્સ ક્લાબેન ગનાભાઇ ચામરીયાભાઇ વસાવા (ઉ.વ.60) ના એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી કોઈ ભેજાબાજે અલગ અલગ જગ્યાએથી એટીએમ દ્રારા તા.1-ઓગસ્ટ 2018 રોજ રૂ.1000/-,તેમજ તા.2-ઓગસ્ટ 2018 ના રોજ રૂ.10,000/-ના ત્રણ વખત અને રૂ.20,000/- બે વખત તથા રૂ.9,000/- એટીએમ વિડ્રોલ કરી લીધા હતા,અને રૂ.40,000/-ટ્રાન્સફર તેમજ તા.3-ઓગસ્ટ 2018 ના રોજ બે વખત રૂ.10,000/- તથા એક વખત રૂ.20,000/- એટીએમ વિડ્રોલ તેમજ તા.5-ઓગસ્ટ ના રોજ બે વખત રૂ.20,000/- વિડ્રોલ તથા રૂ,40,000/- ટ્રાન્સફર કરી લીધા હતા તેમજ તા.6-ઓગસ્ટ ના રોજ રૂ.40,000/- ટ્રાન્સફર તથા બે વખત રૂ.20,000/- એટીએમ વિડ્રોલ કરી કુલ રૂપીયા 3,20,000/- ના જુદાજુદા ટ્રાઝેકશન કરી નિવૃત નર્સ ક્લાબેન ગનાભાઇ ચામરીયાભાઇ વસાવાના ભારતીય સ્ટેટ બેંક શાખા-ઉચ્છલના ખાતા માંથી રૂપિયા ઉપાડી લઇ છેતરપીંડી કરી હોવાની ફરિયાદ ઉચ્છલ પોલીસ મથકે નિવૃત નર્સ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે ચીટર વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર થયો છે.આગળની વધુ તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એમ.વી.કિકાણી કરી રહ્યા છે.(સાંકેતિક તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500