Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બહેન વિરુદ્ધ ખરાબ શબ્દો બોલનાર વ્યક્તિની ભાઈ એ હત્યા કરતા ચકચાર

  • August 01, 2020 

ભરત શાહ દ્વારા રાજપીપળા :રાજપીપળા નજીકના કલીમકવાણા ગામની સીમ માં એક મજૂર બીજા મજૂર ની બહેન બાબતે ખરાબ શબ્દો બોલતા ભાઈ એ તેની હત્યા કરતાં રાજપીપળા પોલીસે હત્યા નો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. હત્યા બાબતે ફરિયાદ આપનાર ઉમંગસિંહ છત્રસિંહ ગોહીલ રહે,ગોપાલપુરા ઠાકોર ફળિયું તા.નાદોદ.જી.નર્મદા એ આપેલી ફરિયાદ મુજબ મરનાર નિલેશભાઈ ઉર્ફે દિવેલ શાંતીલાલ તડવી તથા કિશનભાઈ કમલેશભાઈ જોષી ( સલાટ )ફરીયાદીના કલીમકવાણા ગામના ફાર્મ હાઉસ ઉપર રહેતા હોય, મરનાર દ્વારા આરોપીની બહેન વિશે ખરાબ ખરાબ વાતો કરતો હોવાથી મરનાર નિલેશ સાથે આરોપી કિશન વચ્ચે ગઈકાલે ઝગડો થયેલો જેની રીસ રાખી આરોપીએ રાતના દશેક વાગ્યાના અરસામાં જનરેટના લોખંડના જેકથી મરનારને માંથામાં માર મારી જીવલેણ ઈજા કરતા તેનું મોત નીપજ્યું હતું. રાજપીપળા પોલીસે હત્યા કરનાર કિશન કમલેશભાઇ જોષી ( સલાટ ) વિરુદ્ધ હત્યા નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.તપાસ ટાઉન પીઆઇ આર.એન.રાઠવા કરી રહયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application