ઇકરામ મલેક દ્વારા રાજપીપળા:નર્મદા જિલ્લાની લીડ બેન્ક દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના વર્ષ માટેનો રૂા. ૮૦૧.૯૭ કરોડનો તૈયાર કરાયેલ વાર્ષિક ક્રેડીટ પ્લાનને નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીએ તાજેતરમાં રાજપીપલા કલેક્ટરાલય ખાતે ખૂલ્લો મૂક્યો હતો. જુદા જુદા ક્ષેત્રોમાં ચાલુ વર્ષમાં કુલ ધિરાણના લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે, તે તમામ લક્ષ્યાંક સિધ્ધિ હાંસલ થાય તે જોવા શ્રી કોઠારીએ અમલીકરણ અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો છે.
લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજરશ્રી ગોવિંદભાઇ પ્રજાપતિ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના ચીફ મેનેજરશ્રી વિમન સોલંકી, બેન્ક ઓફ બરોડાના ચીફ મેનેજરશ્રી સજલ મેડા, નાબાર્ડના જિલ્લા અધિકારીશ્રી અનંત વર્ધન, એફ.એલ.સી.ના શ્રી પ્રતાપભાઇ બારોટ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ક્રેડીટ પ્લાનના વિમોચન પ્રસંગે પ્રારંભમાં લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજરશ્રી ગોવિંદભાઇ પ્રજાપતિએ ક્રેડીટ પ્લાનની વિગતોની રૂપરેખા આપી હતી.જિલ્લાના તૈયાર કરાયેલા આ વાર્ષિક ક્રેડીટ પ્લાનમાં કૃષિ ક્ષેત્રે (કે.સી.સી.) પાક ધિરાણ અંતર્ગત રૂા. ૪૭૫.૭૦ કરોડ કૃષિ ક્ષેત્રે ટર્મ લોન, એલાઈડ એક્ટીવીટી હેતુ માટે રૂા.૨૨૪.૭૬ કરોડ, સુક્ષ્મ-નાના અને મિડિયમ ઉધોગો માટે રૂા.૪૭.૨૪ કરોડ, હાઉસિંગ - એજયુકેશન – વાહન અને પર્સનલ લોન વગેરે માટે રૂા.૫૪.૨૭ કરોડ પ્રાયોરેટી સેકટર માટે ધિરાણ રૂા. ૮૦૧.૯૭ કરોડ નક્કી કરવામાં આવેલ છે. જિલ્લામાં તાલુકાવાર ફાળવાયેલી રકમની વિગતો જોઇએ તો નાંદોદ તાલુકામાં રૂા.૪૦૬.૯૯ કરોડ, ગરૂડેશ્વર તાલુકામાં રૂા.૫૨.૧૩ કરોડ, તિલકવાડા તાલુકામાં રૂા.૧૧૬.૨૯ કરોડ, દેડીયાપાડા તાલુકામાં રૂા.૧૨૦.૨૮ કરોડ અને સાગબારા તાલુકામાં રૂા.૧૧૪.૨૮ કરોડની રકમનો સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500