Tapimitra News-કોરોનાના કારણે જાહેર કરવામા આવેલા લોક ડાઉનમાં સામૂહિક હિજરત કરી રહેલા અને રસ્તે રઝળતા લોકો માટે તંત્રએ રાહત કેમ્પ શરૂ કરવાની જાહેરાત કરી છે. સુરત પાલીકાની તમામ સ્કુલોમાં રાહત કેમ્પ શરૂ કરવા માટે સુચના આપી દેવામા આવી છે. અન્ય કામગીરીમાં ઓર્ડર ન નિકળ્યા હોય તેવા શિક્ષકો, કમ્પ્યુટર ઓપરેટરને રાહત કેમ્પમાં હાજર રહીને કામગીરી કરવી પડશે. રાહત કેમ્પમાં રહેનારા લોકો માટે પાલીકા તંત્ર ફુડ પેકેટ અને ભોજનની વ્યવસ્થા કરશે. આ રાહત કેન્દ્રમાં શિક્ષકોએ ૨૪ કલાક પાળીથી ફરજ નિભાવવાની રહેશે તેવી જાહેરાત થઈ છે.
કોરોનાની સ્થિતિ બાદ સુરત સહિત સમગ્ર ગુજરાતની શાળામાં વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દીધી છે. ત્યાર બાદ કેટલાક શિક્ષકોને હોમ કોરોન્ટાઈનમાં રાખેલા લોકોની દેખરેખ માટે મુકવામા આવ્યા છે. કોરોનાના કારણે સ્થિતિમાં સુધારો દેખાતો નથી અને મોટી સંખ્યામાં લોકો હિજરત કરી રહ્યાં છે અને અનેક લોકો રસ્તા પર કે બ્રિજ નીચે રહી રહ્યા છે. સામુહિક હિજરતથી સરકાર ચિંતામાં છે પરંતુ તેમને રાખવા માટે કોઈ નક્કર વ્યસ્થા ન હોવાથી સુરત પાલીકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલમાં હિજરત કરતા શ્રમજીવીઓને રાખવા માટે નિર્ણય કરાયો છે. સુરત પાલીકા તંત્ર તરફથી મળતી માહિતી મુજબ હિજરત કરતાં શ્રમજીવીઓ અને શહેરમાં ઘર વિહોણા લોકો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામા આવી રહી છે. સુરત પાલીકાની તમામ સ્કુલમાં રાહત કેન્દ્રના બોર્ડ મારી દેવાના રહશે. સ્કુલના આચાર્ય અને શિક્ષકો, સી.આર.ટી.,. યુ.આર.સી, તથા કમ્યુટર ઓપરેટર જેમનો અન્ય કામગીરીમાં ઓર્ડર નથી કરાયો તેઓને રાહત કેન્દ્રમાં પાળી પ્રમાણે ડ્યુટી કરવાની રહેશે. સુરત પાલીકાના આદેશ બાદ સમિતિની તમામ સ્કુલમાં હવે આજથી જ રાહત કેન્દ્ર શરૂ કરી દેવાશે. આ રાહત કેન્દ્ર બનેલી સ્કુલમાં રહેનારા લોકો માટે પાલીકા તંત્ર દ્વારા ફુડ પેકેટ અને ભોજનની વ્યવસ્થા કરાશે જ્યારે સ્કુલમં દેખરેખની કામગીરી સ્કુલના શિક્ષકો દ્વારા કરવામા આવશે તેવો આદેશ આપી દેવાયો છે. સુરત પાલીકાના આઠ ઝોનમાં ૧૯૦ મકાનોમાં ૩૩૫ શાળા બે પાળીમાં ચાલી રહી છે. હાલ વિદ્યાર્થીઓને રજા હોવાથી શાળાના મકાનોને રાહત કેન્દ્ર બનાવી દેવામા આવી છે. રાહત કેન્દ્ર શરૂ કરવાથી હિજરત અટકે છે કે કેમ તે તો આગામી દિવસોમાં ખબર પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application