Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકડાઉનમાં જે ગરીબોને રેશનકાર્ડથી અનાજ મળતું નથી તેમનો સમાવેશ કરી વિનામૂલ્યે અનાજ આપવા રજૂઆત

  • March 29, 2020 

Tapimitra News-કોરોના વાઈરસ અને લોકડાઉનના પગલે જે ગરીબ લોકો છે અને જેમની પાસે રેશનકાર્ડ નથી એવા તમામને સરકાર દ્વારા વિનામૂલ્યે જે અનાજ આપવામાં આવશે તેવા તમામ ગરીબોને પણ અનાજ મળી રહે તેવી માગ કરાઈ છે. સુરત જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયકે આજે જિલ્લા કલેકટરને વોટ્સઅપ દ્વારા રજૂઆત કરી હતી કે સુરત જીલ્લામાં જે કોઈ બીપીએલ અને એપીએલ રેશનકાર્ડ કે અંત્યોદય કાર્ડ ધારક કે જેમના એનએફએસએ કાયદા અનુસાર ફોર્મ ભરાયા નથી કે કોઈ ટેનિકલ કારણોસર કેટલા સમયથી તેમને અનાજ મળતું નથી. એવા નાગરિકો ઘણા સમયથી મામલતદાર ઓફિસખાતે પુરવઠા વિભાગમાં રજુઆત કરેલ હોવા છતાં, આજદિન સુધી તેમની રજુઆત ઉપર આગળની કાર્યવાહી થયેલ નથી. વર્તમાન પરિસ્થિતિ જોતા આવા સંકટ સમયમાં ગરીબોના હિતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે ગરીબ લોકોને અનાજનો પુરવઠો આપવા આવશે તેવી જાહેરાત કરવામાં આવી  છે. તો જે કોઈ નાગરિકોને આનાજ નથી મળતું તેમને પણ સરકાર  દ્વારા વર્તમાન સમયમાં કરાયેલ જાહેરાતમાં સમાવેશ કરીને એમને પણ આ વિકટ પરિસ્થિતિમાં વિનામૂલ્યે અનાજ મળી રહે એવી વ્યવસ્થા આપ દ્વારા કરવામાં આવે અને જો તેમને મદદ કરવામાં આવે તો આજની વિકટ પરિસ્થિતિમાં આવા ગરીબ પરિવારો પોતાના પરિવાર સાથે પોતાનું પેટ ભરી રોજીંદુ ગુજરાન ચલાવી શકે અને આવનાર સમયમાં પણ પોતાના પરિવાર સાથે સુખમય જીવન જીવી શકે. આવા વિકટ સમયમાં તેમના વતી  આ રજુઆત તમે સ્વીકારશો એવી અમારી લાગણી છે અને વિનંતીમય અપીલ.જે કોઈ રાશનકાર્ડ ધારણ કરનારના ફિંગર સ્કેન થતા ન હોય તેવા રેશનકાર્ડ ધારકોને પણ આ વિકટ સમયે ફિંગર સ્કેનવાળી સિસ્ટમ હાલ પૂરતી ગુજરાત સરકાર દ્વારા બંધ કરવામાં આવી  છે. તેવી સૂચના તમામ દુકાન ધારકોને આપવા આવે કે જેથી ગરીબ લોકોને સરળતાથી અનાજ મળી રહે તેમજ ગરીબ નાગરિકીને રાહત મળે અને લોકડાઉનની વ્યવસ્થા પણ જળવાઈ રહે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application