Tapimitra News-સુરત અને ગુજરાત માટે એક સારા સમાચાર આવ્યા છે. સુરતમાં યુકેથી આવેલી યુવતીનો કોરોનાનો રિપોર્ટ સારવાર બાદ નેગેટિવ આવ્યો છે. રિકવરી દેખાતા બીજો રિપોર્ટ ૨૪ કલાક બાદ કરાશે. ત્યારબાદ યોગ્ય લાગશે તો રજા પણ આપી દેવાશે એવું પાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવી રહેલા કોરોના વાઇરસના બે દિવસમાં વધુ ૯ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. શંકાસ્પદ દર્દીઓમાંથી બે દિવસ પહેલાના બે અને ગત રોજના એક મળી કુલ ૮નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જયારે રવિવારે વધુ આઠ શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના વધુ ૭ શંકાસ્પદ દર્દીઓ શનિવારે સામે આવ્યા હતા. સામે આવેલા તમામ ૭ શંકાસ્પદ કોઈ પણ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા ન હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષીય મહિલા, મોટા વરાછા વિસ્તારમાં રહેતી ૮૦ વર્ષીય વૃદ્ધા, પિપલોદ વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષીય કિશોરી, કતારગામ વિસ્તારમાં રહેતી ૭૦ વર્ષીય વૃદ્ધા, પિપલોદ વિસ્તારમાં રહેતી ૫૦ વર્ષીય મહિલા, અડાજણ વિસ્તારમાં રહેતી ૮૦ વર્ષીય મહિલા અને વેસુ વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીને શંકાસ્પદ લક્ષણો જણાતા અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં તેમના લક્ષણો શંકાસ્પદ જણાતા તેઓના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જોકે રાહતની વાત એ છે કે શુક્રવારના રોજ સામે આવેલા બે શંકાસ્પદો અને શનિવારના શંકાસ્પદો દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જયારે રવિવારે વધુ આઠ કેસ સામે આવ્યા છે. જેમાં અઠવા ગેટ મહાવીર હોસ્પિટલમાં હેલ્થકેર સ્ટાફમાં ફરજ બજાવતા અને નાનપુરામાં રહેતો ૩૮ વર્ષિય યુવકમાં કોરાનાના લણક્ષો દેખાત તેને મહાવીરમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ ઉધનામાં રહેતો ૨૬ વર્ષિય યુવક યુએઇથી સુરત આવ્યા બાદ શંકાસ્પદ લક્ષણો દેખાત તેને સારવાર માટે સિવીલમાં ખસેડાયો છે. સીટલાઇટમાં રહેતો ૨૪ વર્ષિય યુવક મહારાષ્ટ્ર ના પુનેથી સુરત આવતા શંકાસ્પદ લક્ષણો તેને પણ સિવીલમાં ખસેડયો છે. આ ઉપરાંત પાંડેસારમાં રહેતો ૨૬ વર્ષિય યુવક મહારાષ્ટ્ર માંથી આવ્યા બાદ તેને સિવીલમાં દાખલ કરવામાં આવ્યો છે. તથા અડાજણામાં રહેતો ૩૦ વર્ષિય યુવકમાં કોરોનાના લક્ષણો દેખાતા તેને સિવીલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમજ ડીડોલીમાં રહેતો ૩૭ વર્ષિય યુવક મહારાષ્ટ્ર ના ઉલ્લસનગર અને નાનપુરામાં રહેતી ૬૭ વર્ષિય વૃધ્ધા વલસાડથી આવ્યા બાદ તેઓ ને સિવીલ અને મેટાસ એડવાઇન્ટીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે અડાજણમાં રહેતો ૩૦વર્ષિય યુવકે પણ શંકાસ્પદ લક્ષણો જણાતા સિવીલમાં દાખલ કર્યો છે. અત્યાર સુધીમાં કુલ ૭૭ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં શહેરમાં કુલ ૬ અને જિલ્લામાં ૧ દર્દી મળી કુલ ૭ પોઝિટિવ દર્દી સામે આવ્યા છે. ૧ દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે ૬૨ વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલ ૯ વ્યક્તિના રિપોર્ટ પેંડિંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application