ભારતીય ટપાલ વિભાગ દ્વારા તારીખ ૧/૫/૨૦૨૫ થી જ્ઞાન પોસ્ટ ની નવી ટપાલ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા હેઠળ પુસ્તકો તેમજ અભ્યાસ સામગ્રી મોકલવાની વિશેષ સુવિધા પ્રદાન કરવામાં આવી છે. જ્ઞાન પોસ્ટ ટપાલ સેવા દ્વારા શરૂ કરવામાં આવેલ આ નવી સેવામાં મોકલવામાં આવેલ ટપાલને ટ્રેસ અને ટ્રેક કરવાની સુવિધા તેમજ પોસ્ટિંગ કર્યા બાબતની પુરાવા તરીકે રસીદ પણ મળવા પાત્ર છે. આ ઉત્પાદન હેઠળ બુક કરવામાં આવતા પેકેટનું મહત્તમ વજન ૫ કિલો રહેશે.
આ પ્રોડક્ટ તમામ પોસ્ટ ઓફિસના કાઉન્ટર ઉપર રિટેલ બુકિંગ માટે ઉપલબ્ધ છે.આ સેવા હેઠળ ભાવ પત્રક 300 ગ્રામ સુધી ૨૦ રૂપિયા, ૩૦૧ થી ૫૦૦ ગ્રામ સુધી ૨૫ રૂપિયા, ૫૦૧ થી ૧૦૦૦ ગ્રામ સુધી ૩૫ રૂપિયા, ૧૦૦૧ થી ૨૦૦૦ ગ્રામ ૫૦ રૂપિયા, ૨૦૦૧ થી ૩૦૦૦ ગ્રામ ૬૫ રૂપિયા, ૩૦૦૦૧ થી ૪૦૦૦ ગ્રામના ૮૦ રૂપિયા, ૪૦૦૧ થી ૫૦૦૦ ગ્રામ ૧૦૦ રૂપિયા રહેશે એમ બારડોલી પોસ્ટ ઓફીસના અધિક્ષકની એક અબખારી યાદીમાં જાણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500