દિવસો સુધી ચાલેલા તણાવ બાદ આખરે ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ગત મોડી રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર રોકેટમારો કર્યો હતો, જેમાં અનેક આતંકવાદીઓના મોત થયા હોવાના અહેવાલ છે. ભારતીય સેનાએ આ ‘ઓપરેશન સિંદૂર’ નામ આપ્યું છે. પાકિસ્તાની સેનાએ LoC પર ગોળીબાર શરુ કર્યો હોવાના પણ અહેવાલ છે. એવામાં પાકિસ્તાની સેના ભારત સામે કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી રહી છે. અહેવાલ મુજબ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ એ પાકિસ્તાની સેનાને ભારત સામે કાર્યવાહી કરવા મંજુરી આપી છે.
ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. પાકિસ્તાનમાં ભારત સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. અહેવાલ મુજબ પાકિસ્તાની સેનાએ ભારત સામે વળતી કાર્યવાહી કરવા વડા પ્રધાન શાહબાઝ શરીફ પાસે મંજુરી માંગી હતી. શાહબાઝે સેનાને કાર્યવાહી કરવા સંપૂર્ણ અધિકાર આપ્યો છે. પાકિસ્તાની વડા પ્રધાને રાષ્ટ્રીય સુરક્ષા બેઠક યોજી છે.પાકિસ્તાની એક મીડિયા સંસ્થાને એહવાલ મુજબ પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC) એ જણાવ્યું હતું કે પાકિસ્તાનને ભારતના હવાઈ હુમલાનો સામે સ્વ-બચાવમાં તેની પસંદગીના સમયે, સ્થળ અને રીત મુજબ જવાબ આપવાનો અધિકાર છે, અને સૈન્યને અનુરૂપ પગલાં લેવાનો અધિકાર છે. યુએન ચાર્ટરની કલમ 51 ને ટાંકીને, NSC એ કહ્યું કે પાકિસ્તાનને નાગરીકોના મોત અને તેની સાર્વભૌમત્વના સ્પષ્ટ ઉલ્લંઘનનો બદલો લેવા માટે સ્વ-બચાવમાં બદલો લેવાનો અધિકાર છે.જોકે અગાઉ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ભારત સામે કાર્યવાહી ન કરવાનું નિવેદન આપ્યું હતું. ખ્વાજા આસિફે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે અમે કોઈ કાર્યવાહી નહીં કરીએ. અમે અમારી રક્ષા કરીશું. જો ભારત આગળ કાર્યવાહી નહીં કરે તો અમે પણ કંઈ નહીં કરીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application