ઓસ્ટ્રેલિયામાં ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન એન્થની અલ્બનીઝે બીજી વખત ચૂંટણીમાં જીત નોંધાવી છે. એન્થની અલ્બનીઝની લેબર પાર્ટીને બહુમતી મળી જતાં કોઈ પણ ગઠબંધન વિના સરકાર બનાવશે. આ ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન એન્થની અલ્બનીઝ અને વિપક્ષ નેતા પીટર ડટન વચ્ચે ટક્કર હતી. ડટને હાર સ્વીકારી અને એન્થની અલ્બનીઝને શુભેચ્છા પાઠવવા ફોન પર વાતચીત પણ કરી છે. પીટર ડટન બ્રિસ્બેનની ડિક્સન બેઠક પરથી પણ ચૂંટણી હાર્યા છે, તેમની સામે લેબર પાર્ટીના ઉમેદવાર અલી ફ્રાંસની જીત થઈ.
એન્થની અલ્બનીઝ વર્ષ 2022માં ઓસ્ટ્રેલીયાના વડાપ્રધાન બન્યા હતા અને તેઓ છેલ્લા 30 વર્ષથી સાંસદ છે. જીત બાદ તેમણે કહ્યું છે કે, ‘વડાપ્રધાન તરીકે તમારી સેવા કરવી એ મારા માટે સૌથી મોટું સન્માન છે. હું આવતીકાલથી કામ પર લાગી જઈશ. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં લોકો સાંસદો પસંદ કરે છે અને જે પક્ષના સૌથી વધુ સાંસદ હોય તે પક્ષના નેતાને વડાપ્રધાનની જવાબદારી આપવામાં આવે છે. વર્ષ 2007માં ઓસ્ટ્રેલિયામાં છ વખત વડાપ્રધાન બદલાયા છે, એવામાં સતત બીજી વખત કાર્યકાળ મળવો એ એન્થની અલ્બનીઝ માટે મોટી ઉપલબ્ધિ ગણાશે. ચૂંટણી પ્રચારમાં એન્થની અલ્બનીઝે ઘણી વખત કહ્યું હતું કે તેઓ ગરીબ પરિવારમાંથી આવ્યા છે તેથી લોકોના સંઘર્ષને સમજી શકે છે. તેઓ આ જ વર્ષે લગ્ન પણ કરવાના છે. તેમના મંગેતરનું નામ જોડી હેડન છે અને વડાપ્રધાન પદ પર રહેતા સમયે જ લગ્ન કરનારા તેઓ પહેલા નેતા બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application