સુરતમા કાપોદ્રા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ અને એએસઆઈ 63 હજારની લાંચ લેતા ACB ના હાથે પકડાયા છે. આ મામલે ACB એ ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ફરિયાદી વિરૂદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પૈસાની લેતી દેતી મામલે અરજી થઈ હતી. આ અરજીની તપાસ પીએસઆઈ એમ.એ.રબારી કરતા હતાં. જ્યારે ASI નવનીત જેઠવા તેમના રાઈટર હતાં. આ બંને જણા ફરિયાદીને બાકીના રૂપિયા આપી દેવા માટે વારંવાર દબાણ કરતા હતાં.
જે બાકીના રૂપિયા આપવાના હતાં તેમાંથી ઓછુ કરાવીને બાકી નીકળતા રૂપિયા પૈકી ઉપરના નીકળતા 63 હજાર પીએસઆઈએ પોતાને આપી દેવા કહીને લાંચ માગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા નહીં હોવાથી ફરિયાદીએ વડોદરા એસીબી ફિલ્ડમાં સપર્ક કરીને ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે એસીબીએ કાપોદ્રા પોલીસ સ્ટેશન હિરાબાગ પોલીસ ચોકીમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન એએસઆઈ નવનીત જેઠવાએ પીએસઆઈ વતી લાંચની માગણી કરી હતી. જે ખાનગી વ્યક્તિ માનસિંહ રામભાઇ સિસોદિયાને આપી દેવા જણાવ્યું હતું. આ લાંચની 63 હજારની રકમ સ્વીકારતાં આરોપી પકડાઈ ગયો હતો. ACBએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application