Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાંદોદમાં RTI હેઠળ શાળામાં એડમિશન માટે નકલી આવકાનાં દાખલા બનાવવા મામલે 5 લોકો પોલીસ ફરિયાદ નોંધાઈ

  • May 04, 2025 

નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકામાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ શાળામાં એડમિશન મેળવવા માટે નકલી આવકાના દાખલા બનાવવા મામલે 5 લોકો વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. ગાંધીનગરમાં ડાયરેક્ટર ઓફ પ્રાયમરી એજ્યુકેશનના અધિકારી પાસે જ્યારે આવકના દાખલા વેરિફિકેશનમાં પહોંચ્યા ત્યારે ખરાઈ કરવા માટે તલાટીને વોટ્સઅપમાં મોકલ્યા હતા. જેમાં તાલુકાના ચાર ગામના લોકોએ તલાટીની ખોટી સહી અને ગ્રામપંચાયાતના ખોટા સિક્કા લગાવીને નકલી આવકાના દાખલા નીકાળ્યા હતા. રાજપીપળા પોલીસે 5 લોકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મળતી માહિતી મુજબ, નર્મદાના નાંદોદ તાલુકના ભદામ ગ્રામ પંચાયતના તલાટી ક્રિષ્ણાબહેન શાહે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘ભદામ ગ્રામ પંચાયત ખાતે છેલ્લા દોઢ વર્ષથી તલાટી કમ મંત્રી તરીકેની ફરજ પર છું. ગત 23 એપ્રિ, 2025ના રોજ ગાંધીનગરથી ડાયરેક્ટર ઓફ પ્રાયમરી એજ્યુકેશનના અધિકારીએ વોટ્સએપમાં આવકના દાખલાનો ફોટો મોકલ્યો હતો. જે દાખલો 6 માર્ચ, 2025ના રોજ ભદામ ગામના રહેવાસી રાહુલભાઈ પ્રજાપતી નામના વ્યક્તિનો હતો. આ દાખલામાં મારી સહી અને પંચાયતના ખોટા સિક્કા મારેલા હોવાનું જણાયું હતું. આ મામલે ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરે સીસ્ટમમાથી જનરેટ કરેલ ન હોવાનું જણાવ્યું હતું અને દાખલાનો ક્રમાંક નંબર પણ ખોટો હોવાનું સામે આવ્યું હતું.


જ્યારે ગાંધીનગરથી અધિકારીએ ગામકુવા ગ્રામ પંચાયત, બોરીદ્રા ગૃપ ગ્રામ પંચાયત (વણઝર ગામ), ભચરવાડા ગ્રામ પંચાયત, સુંદરપુરા ગ્રામ પંચાયતના કુલ 6 આવકાના દાખલા ખરાઈ કરવા મોકલા હતા. જેમાં તમામ તમામ આવકના દાખલા સુંદરપુરા ગ્રામ પંચાયતની સીસ્ટમમાથી જનરેટ થયા હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામમલે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરીને રાહુલભાઈ પ્રજાપતી (રહે.ભદામ), દર્પણભાઈ ઉર્ફે દિલિપભાઈ પટેલ (રહે.ભચરવાડા), અનિલ રોહિત (રહે.ગામકુવા), દક્ષાબહેન બારીયા (રહે.ભચરવાડા), અને કલ્પનાબેન વસાવા (રહે.વણજર) વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application