સુરતનાં ઓલપાડ તાલુકાનાં રાજનગર ગામની સીમમાંથી પસાર થતી કરંજ માઈનોરના ઊંડા પાણીમાં તણાઈ આવેલા એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. મળતી માહિતી મુજબ, રાજનગર ગામની સીમમાંથી કાકરાપાર જમણા કાંઠાની કરંજ માઇ નોર પસાર થાય છે.
ગત રવિવારે સાંજે રાજનગર ગામે નવી કોલોનીમાં રહેતા મેલજી ડાયાભાઈ રાઠોડે પુલના નાળા પાસે આશરે ૨૫થી ૩૦ વર્ષની ઉંમરના એક અજાણ્યા પુરુષની લાશ જોઈ હતી. જેથી તેમણે ઓલપાડ પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે આવેલી પોલીસે લાશનો કબજો લઈ મૃતક યુવકની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. મૃતક શરીરે મધ્યમ બાંધાનો અને રંગે શ્યામ વર્ણ છે. આ યુવક નહેરના ઊંડા પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે. ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ પી.પી.ચાવડાએ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application