Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે

  • May 04, 2025 

અમદાવાદનાં ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૧૯૮ બાંગ્લાદેશીઓ તેમજ અન્ય શહેરોથી ઝડપાયેલા બાગ્લાદેશીઓ મળીને કુલ ૨૧૦ બાંગ્લાદેશીઓને તેમના દેશમાં ડીપોર્ટ કરવાની પરવાનગી મળતા આગામી પાંચ દિવસમાં તેમને બાંગ્લાદેશ-ભારત બોર્ડર લઇ તેમના દેશમાં પરત મોકલવામાં આવશે. આ માટે ક્રાઇમ બ્રાંચ તમામને ટ્રેનમાં લઇ જશે.


અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે ચંડોળા તળાવની આસપાસમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે કરેલા સૌથી મોટા ઓપરેશનમાં ૮૯૦ શંકાસ્પદ લોકો ઝડપાયા હતા. જેમાં ૧૯૮ લોકો બાંગ્લાદેશી હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં મળી હતી. જ્યારે અન્ય લોકો પાસેથી શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા હતા. જે અંગે તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ૧૯૮  ઉપરાંત, અન્ય અમદાવાદના અન્ય વિસ્તારમાંથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓ સહિત કુલ ૨૧૦ બાંગ્લાદેશીઓની યાદી બનાવીને તમામને ડીપોર્ટ કરવા માટે ક્રાઇમબ્રાંચે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી. જેની મંજૂરી મળતા આગામી પાંચ દિવસમાં તમામને ટ્રેન મારફતે ભારત-બાંગ્લાદેશ બોર્ડર મોકલીને સેનાને હવાલે કરીને તેમના દેશમાં પરત મોકલવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application