કુકરમુંડા તાલુકાનાં ઉભદ ગામે તાપી નદી કિનારે લીઝ ઉપર રેતી કાઢવાના મશીન ઉપર મજુરી કરતા યુવકને ભાણેજના નાામે બોગસ ફેસબુક એકાઉન્ટ આઈ.ડી. બનાવીને ઠગબાજોએ ભાણેજ એરપોર્ટ ઉપર ફસાયો હોવાનું જણાવી જુદા-જુદા એકાઉન્ટમાં રૂપિયા ૯૯,૯૦૦ જેટલી રકમ ટ્રાન્સફર કરાવી લઈ ઓનલાઇન છેતરપીંડી કરી હતી.
મળતી માહિતી મુજબ, કુકરમુંડા તાલુકામાં તાપી નદી કિનારે રેતી કાઢવાના મશીન ઉપર રહેતા મુળ ઝારખંડના રહીશ દયાલ મોહમ્મદ જૈનુલખાન (ઉ.વ.૩૨) ઉપર તારીખ ૨૨/૦૪/૨૦૨૫ નારોજ ભાણેજ અમજદ સતારખાનના ફેસબુક એકાઉન્ટમાંથી મેસેજ આવ્યો હતો કે, હું દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર છું, મારા વિઝાનો કોઈક પ્રોબ્લેમ થયો છે, મને ઈમીગ્રેશન વાળાએ બેસાડી દીધેલ છે મને ખુબ જ વધારે ટેન્શન થાય છે, ત્યારબાદ એક એજન્ટનો નંબર મોકલી જેની સાથે વોટ્સએપ કોલ કરી વાતચીત કરી જે નાણાં કહે તેટલા આપી છોડાવી લેવા જણાવ્યું હતું. જેથી દયાલ મોહમ્મદએ પોતાના તથા તેના મિત્રના એકાઉન્ટમાંથી અજાણ્યા ઈસમે જણાવેલ જુદા-જુદા એકાઉન્ટ ઉપર રૂપિયા ૯૯,૯૦૦ જેટલી રકમ ગુગલ-પે તેમજ ફોન-પે પરથી ટ્રાન્સફર કર્યા હતા. અજાણ્યાએ ભાણેજના નામે ખોટી આઇ.ડી. બનાવી એરપોર્ટ ઉપર ફસાયાનો મેસેજ કરી ખોટી રીતે નાણાં ટ્રાન્સફર કરાવી ઓનલાઈન છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ કુકરમુંડા પોલીસ મથકે તારીખ ૩૦/૦૪/૨૦૨૫ નારોજ દયાલ મોહમ્મદએ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500